સોમવારે ભાજપની ઉચ્ચસ્તરીય બેઠક
- સાંસદો અને ધારાસભ્યોની વીડિયો કોન્ફ્રેન્સ મારફતે બેઠક
- નવા પ્રદેશ પ્રમુખના નામ અંગે કરાશે ચર્ચા
- ગોરધન ઝડફિયા, રજની પટેલ, મનસુખ માંડવિયા અને શંકર ચૌધરી નવા પ્રદેશ પ્રમુખનાં દાવેદાર
અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પૂરી થયા પછી ભાજપમાં પ્રદેશ પ્રમુખની વરણી અને સંગઠનમાં નવી વરણી મુદ્દે સાંસદો અને ધારાસભ્યોની સોમવારે વીડિયો કોન્ફ્રેન્સ મારફતે મહત્વપૂર્ણ બેઠક મળશે. આ બેઠકમાં નવા પ્રદેશ પ્રમુખના નામ અંગે ચર્ચા કરવામાં આવશે તેમજ સાંસદો અને ધારાસભ્યોનો અભિપ્રાય લેવાશે.
વીડિયો કોન્ફ્રેન્સ મારફતે સાંસદો અને ધારાસભ્યોની મહત્વપૂર્ણ મીટિંગ થશે. આ મીટિંગમાં ધારાસભ્યો પાસે નવા પ્રદેશ પ્રમુખ અંગે સૂચન લેવામાં આવશે, ત્યારબાદ ભાજપ 30 જૂન સુધી નવા પ્રદેશ પ્રમુખની વરણી કરી શકે છે, સાથો સાથ ભાજપના પ્રદેશ માળખામાં પણ બદલી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો કાર્યકાળ પુરો થઇ ગયો છે. જેથી તેમના સ્થાને ભાજપના સિનિયર નેતાની વરણી થઈ શકે છે. પ્રદેશ પ્રમુખના દાવેદારોમાં ગોરધન ઝડફિયા, રજની પટેલ, મનસુખ માંડવિયા અને શંકર ચૌધરીના નામ ચર્ચાઈ રહ્યાં છે. જોકે લેઉવા પાટીદારમાંથી કોઈ નામ આવે તેવું પણ નામ પણ આગળ ચાલી રહ્યું છે.