અમદાવાદઃ લોકડાઉનના સમયમાં ગુજરાતમાં આવેલા ઘણા બધા કારખાના, ફેકટરી કે અન્ય સંસ્થાઓમાં માણસોની કમી રહેવા માંડી હતી. ઘણાં કારીગરો અને કર્મચારીઓ પોતાના વતન જતા રહેવાના કારણે બધી જગ્યાઓએ માણસોની કમી રહેવા માંડી હતી.
આવા સમયમાં ઓછા મેનપાવરથી કામ ચલાવવા માટે જરૂરી ટ્રોલી અને દસ માણસોનું વજન ઊંચકી શકાય તેવા પ્રકારની મશીનરીની પહેલા ચાઇના અને બીજા વિદેશમાં રહેલી કંપનીઓમાંથી આયાત કરવી પડતી હતી, પરંતુ અમદાવાદમાં આવેલી કિજેકા એન્જિનિયર્સ દ્વારા આવી દરેક પ્રોડક્ટ બનાવવામાં આવી હતી. જેને પહેલા ફક્ત આયાત જ કરવામાં આવતી હતી.
લોકડાઉનના સમયમાં જ ચાઇના જેવા દેશ કે, જ્યાંથી કોરોના જેવા જીવલેણ રોગની શરૂઆત થઈ છે. તેના દ્વારા ભારતની બોર્ડર પર પણ હુમલામાં આપણાં દેશના જવાનો શાહીદ થયા બાદ ચાઈનીઝ વસ્તુઓ પર પ્રતિબંધ લગાવાયો હતો અને લોકો પણ સ્વયં ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યાં હતાં.
કિજેકા એન્જિનિયર્સના સૌરભભાઈ દવેએ કહ્યું હતું કે, અત્યારે માર્કેટમાં આ વસ્તુઓની ડિમાન્ડ વધારે છે અને આ બધી એવી વસ્તુઓ છે કે, જે અમદાવાદ ખાતે આવેલી ફેક્ટરી જ બનાવવામાં આવે છે અને માર્કેટમાં વેંચવામાં આવે છે. આ વસ્તુના લીધે ઓછા સમયમાં વધુ કામ થઈ શકે છે અને કારીગરોની કાર્યક્ષમતા પણ વધી જાય છે.