- ગુજરાત ATSને વધુ એક સફળતા મળી
- 274 ગ્રામ MD ડ્રગ્સ સાથે 4 ઝડપાયા
- ATSએ 27 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપ્યું
અમદાવાદ: ગુજરાત ATSને વધુ એક સફળતા મળી છે. વલસાડના ભીલડીમાંથી 4 આરોપીઓને MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા છે. ગુજરાત ATSની ટીમે આરોપીઓ પાસેથી 274 ગ્રામના MD ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો હતો. જેની કિંમત રૂપિયા 27 લાખ 43 હજાર છે. હાલ આરોપીઓને વલસાડ પોલીસને સોંપવામાં આવ્યા છે.
કેવી રીતે ઝડપાયું ડ્રગ્સ?
ATSને બાતમી મળી હતી કે, વલસાડની હોટલમાં MD ડ્રગ્સની હેરાફેરી થઈ છે. મળેલી બાતમીને આધારે ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે મુંબઇનો અશરફખાન અને ભરૂચનો સિરાઝ MD ડ્રગ્સની ડિલેવરી આપવા માટે લઈ આવ્યા હતા. ભરૂચનો યાહિયા પટેલ અને સુરતનો તોસિફ તોયલા પાસેથી તેઓ MD ડ્રગ્સની ડિલેવરી લેવા આવ્યા હતા. ભિલાડની રાધે હોટેલના પાર્કિંગમાં ડિલિવરી કરી રહ્યા હતા, તે દરમિયાન જ ATSએ ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા.
આરોપીઓને પકડીને વલસાડ SOGને સોંપાયા
ATS એ કુલ 27,43,000ની કિંમતનું ડ્રગ્સ ઝડપી લીધું છે. હાલ આ આરોપીઓને પકડીને વલસાડ SOGને સોંપવામાં આવ્યા છે. આ મામલે આગળની તપાસ વલસાડ SOG દ્વારા કરવામાં આવી રહી છે.