અમદાવાદ: શહેરમાં દિલીપભાઈ શર્મા વટવા પોલીસ ચોકી સામે દુકાન ધરાવી વેપાર કરે છે. આ દુકાન પહેલાં તેમના કાકા નારાયણભાઈ શર્મા ચલાવતાં હતાં. આ નારાયણભાઈના વર્ષો પહેલાં છૂટાછેડાં થઈ જતાં ભત્રીજા દિલીપભાઈને પંદરેક વર્ષ પહેલા દત્તક લીધો હતો. દિલીપભાઈ તેમના કાકાની સાથે જ રહેતા અને તેમના કાકા નારાયણભાઈ વટવામાં ભાડે દુકાન રાખી સોપારીનો વેપાર કરતાં હતાં. તેઓ અવારનવાર કહેતાં કે રાજકુમાર અગ્રવાલ નામના વેપારી પાસે તેમના ઘણાં પૈસા ફસાયાં છે જે પૈસા પરત પણ નથી આપતો અને ધમકી આપે છે.
અમદાવાદ: વૃદ્ધે પોતાની હત્યા થશે તેવી દહેશતમાં કરી લીધી આત્મહત્યા - અમદાવાદ પોલિસ
શહેરના રામોલ વિસ્તારમાં એક વૃદ્ધે કોઈ વેપારીને ઉછીના પૈસા આપ્યાં હતાં. જે પૈસા વેપારીએ પાછા નહોતા આપ્યાં અને વૃદ્ધને ધમકી આપતો હતો. જેથી વૃદ્ધને એવું હતું કે વેપારી તેમની હત્યા કરાવી દેશે જેની દહેશતને પગલે વૃદ્ધે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે મામલે રામોલ પોલીસે સ્યૂસાઈડ નોટના આધારે ગુનો નોધીને તપાસ શરુ કરી છે.