ETV Bharat / city

રનવે પર રી કાર્પેટીંગના કામને લીધે આજથી અમદાવાદ એરપોર્ટને 9 કલાક માટે કરાયું બંધ - સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ

દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ આજથી 22 મે 2022 સુધી (Ahmedabad Airport will be closed) દરરોજ નવ કલાક માટે બંધ રહેશે, રી કાર્પેટીંગ માટે શરૂ કરવામાં આવેલા કામકાજને કારણે અનેક ફલાઇટ રદ્દ તો અન્ય કેટલીક ફલાઈટને રી-શેડ્યુલ્ડ (The flight has been re-scheduled) કરવામાં આવી છે.

Ahmedabad Airport will be closed
Ahmedabad Airport will be closed
author img

By

Published : Jan 18, 2022, 6:53 AM IST

Updated : Jan 18, 2022, 10:28 AM IST

અમદાવાદ: શહેરના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટના (Sardar Vallabhbhai Patel Airport) રનવેની નિયત રી કાર્પેટીંગની કામગીરી આજે સોમવારથી હાથ ધરવામાં આવી છે. આજથી હાથ ધરવામાં આવેલી રી કાર્પેટીંગની કામગીરી ( Ahmedabad Airport recarpeting work on the runway) આગામી 22મી મે સુધી ચાલનાર છે. આ કામ રવિવારની રજાના દિવસ સિવાય સવારના 9થી સાંજે 6 વાગ્યા દરમિયાન કરવામાં આવશે. આ કામગીરીમાં રવિનું ઓવરલેયિંગ, રન વે સ્ટ્રીપ ગ્રેડિંગ, સ્લોપ આકારણી, રનવેના અંતિમ છેડાના વિસ્તારના ગ્રેડિંગ અને સ્લોપના એસેસમેન્ટ સહિત સ્ટોર્મ વોટર ડ્રેનેજનું નિર્માણ તેમજ મેનોવરિંગ ક્ષેત્રમાં સંકેતોની પુન: સ્થાપનાનો સમાવેશ થાય છે.

રનવેની આવરદા વધારવા માટે રનવેની જાળવણી ફરજિયાત

આંતરરાષ્ટ્રીય સલામતીના ધોરણો મુજબ વિમાનોની સલામતી અને રનવેની (ahmedabad airport runway) આવરદા વધારવા માટે રનવેની જાળવણી સમયસર સંપન્ન કરવી ફરજિયાત છે. સલામતી નિયમન અધિકારીના માર્ગદર્શન હેઠળ સંબંધિત તમામ હિસ્સેદારોનો સંપર્ક કરીને પ્રવાસીઓને હાલાકી ઓછી થાય તે પ્રમાણે રનવેની મરામતનું સમયપત્રક ફરી ગોઠવવા પૂરતો સમય અપાયો હોવાનું એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે.

અમદાવાદ એરપોર્ટ પર 150 ફલાઇટ દરરોજ કરે છે અવરજવર

જો તમે અમદાવાદથી બાય ફલાઇટ ક્યાં જવાનું વિચારી રહ્યા છો તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડશે. કારણ કે આજથી અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ પર રી કાર્પેટીંગની કામગીરી શરૂ કરવામાં આવતા એરપોર્ટને બંધ કરવામાં આવ્યું છે. આ કામકાજને કારણે અનેક ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે. તો અન્ય ફલાઇટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર દરરોજની 150થી વધુ ફલાઈટો અવરજવર કરતી હોય છે.

ડોમેસ્ટિક એરલાઇન કંપનીઓએ સૂચના જાહેર કરી

અમદાવાદ એરપોર્ટ પર શરૂ કરવામાં આવેલા રનવે રી કાર્પેટીંગને કારણે અનેક ફલાઈટોને રી-શેડ્યુલ્ડ કરવામાં આવતા એરપોર્ટ પર આરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રવાસીઓને ફલાઇટના ડિપાર્ચરના ત્રણ કલાક પહેલા એરપોર્ટ પહોંચી જવા ડોમેસ્ટિક એરલાઇન કંપનીઓએ સૂચના જાહેર કરી છે. જો પ્રવાસીઓ નહિ પહોંચે તો ઓફલોડ થવાની સંભાવના છે. અમદાવાદ એરપોર્ટ પર રનવે નોટમથી 9 વાગ્યા પહેલા અને સાંજે 6 વાગ્યા બાદ એટલે એક નિર્ધારિત સમયે ફલાઇટના ટેક ઓફ લેન્ડિંગ થશે, આ સમયે એક સાથે વધુ ફલાઈટોની આવનજાવન રહેશે, જેથી એરપોર્ટ પર સવાર અને સાંજે અવ્યવસ્થા સર્જાશે. જો પ્રવાસીઓ ત્રણ કલાક પહેલા એરપોર્ટ પર નહિ પહોંચે તો ઓફલોડ થશે તેનું પણ ધ્યાન રાખવું પડશે

આ પણ વાંચો: આદિવાસીઓની ઓળખ સમુ તીર કમાન, ગૃહ સુશોભન તરીકે પણ લેવાય છે ઉપયોગમાં

આ પણ વાંચો: Abu Dhabi Drone Attack: ડ્રોન એટેકમાં 2 ભારતીય સહિત 3ના મોત, હૂતીએ કર્યો હુમલાનો દાવો

Last Updated : Jan 18, 2022, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.