અમદાવાદ એરપોર્ટ 3 અલગ-અલગ કેટેગરીમાં શ્રેષ્ઠ એરપોર્ટ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. જેમાં શ્રેષ્ઠ એન્વાયરમેન્ટ અને એમ્બિયનસ, શ્રેષ્ઠ કસ્ટમર સર્વિસ અને શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રકચરનો એવોર્ડ મળ્યો હતો. આ સાથે ભારતનું આઠમું સૌથી મોટું ભારતીય એરપોર્ટ બન્યું હતું.
છેલ્લા એક વર્ષમાં પેસેન્જર અને ફ્લાઇટ ગ્રોથમાં વધારો થયો છે અને તેની સામે રેટ્સમાં ધટાડો કરાયો છે તથા પાર્કિંગ ચાર્જ ફ્રી તથા પિક અપ માટે આવેલા વાહન પાસે ફકત ૫૦ રૂપિયા ચાર્જ લેવાશે. એરપોર્ટની અંદર અને બહાર બંને તરફ હેરિટેજ સિટી દર્શાવતું ડિઝાઇન કરવામાં આવ્યું છે અને સુંદર અને શ્રેષ્ઠ ઇન્ટરીરિયર તૈયાર કરાયું છે. આવનારા સમયમાં અત્યાધુનિક સામાન ચેકીંગ માટે થ્રીડી સ્કેનર વિકસાવાશે.
ટર્મિનલ 1 પર 84.48 લાખ ટ્રાફિક રહ્યું હતું એટલે 15.35% ગ્રોથ રહ્યો હતો જ્યારે ટર્મિનલ 2 પર 26.91 લાખ ટ્રાફિક એટલે 45.41% ગ્રોથ રહ્યો હતો. ફલાઇટ રેટ્સમાં પણ ઘટાડો કરાયો છે અને ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ બંને પેસેન્જરમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે
આવનારા સમયમાં અમદાવાદ વિશ્વનું શ્રેષ્ઠ એરપોર્ટ બનશે તેમ એરપોર્ટ ઓથોરિટી દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.