અમદાવાદઃ લોકડાઉનના 28 દિવસ દરમિયાન 5,717 ગુના દાખલ કરી 12,649 લોકોની અટકાયત કરવામાં આવી છે. ડ્રોનથી પણ નજર રાખીને લોકો પર નજર રાખવામાં આવી રહી છે. 15 વિસ્તાર ક્લસ્ટર કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જ્યાં સ્થાનિક પોલીસ ઉપરાંત SRPની ટુકડી તૈનાત કરવામાં આવી છે. સીનિયર સિટીઝનની પણ મુલાકાત લેવામાં આવી રહી છે.
કરફ્યુના વિસ્તારમાં બપોરે 3 કલાક મહિલાઓને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે છૂટ આપવામાં આવી છે. પરંતુ જો મહિલાઓ સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખે તો આપેલ છૂટ પાછી લેવામાં આવશે, હાલ તો લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખી રહ્યા છે અને કરફ્યુનું પણ પાલન કરી રહ્યા છે. આ ઉપરાંત સોસાયટીઓમાં પણ લોકો ભેગા થાય તો તે મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાના જણાવ્યા મુજબ શહેરમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ પૈકી 574 જેટલા પોલોસકર્મીઓના રિપોર્ટ કરવામં આવ્યા છે, જેમાંથી 32 જેટલા પોલીસકર્મીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જે કાલુપુર, ગાયકવાડ હવેલી અને ખાડિયા પોલીસ સ્ટેશન, ટ્રાફિક, પીસીઆર વાનમાં ફરજ બજાવતા હતા. તમામ પોલીસકર્મીની હાલત હમણાં સારી છે. લોકોને પણ લોકડાઉનનું પાલન કરવા પોલીસે અપીલ કરી છે.
અમદાવાદ: 574 પોલીસ જવાનના કોરોનાના રિપોર્ટ કરાવ્યા, 32ના પોઝિટિવ - lockdown in Gujarat
અમદાવાદમાં લોકડાઉનનું પાલન કરાવતા પોલીસકર્મીઓ પણ કોરોના વાઈરસનમાં સપડાયા છે. અમદાવાદમાં 32 પોલીસકર્મીઓનો કોરોના પોઝિટિવ આવ્યો છે, પરંતુ તમામની હાલત સુધારા પર છે અને લક્ષણો ખૂબ જ ઓછા જોવા મળ્યા છે. અમદાવાદ પોલીસ દ્વારા અસરકારક રીતે લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે અને કરફ્યુનું પણ લોકો પાલન કરી રહ્યા છે.