- અંધ કન્યા પ્રકાશ શાળાની દીકરીઓ બનાવ્યાં 1.50 લાખ દીવા
- 16 દીકરીઓએ બનાવ્યા દીવા
- બજારમાં દીવાઓ વેચાવાનું શરૂ
- 100 દીવાથી શરૂ કરેલું અભિયાન 1.50 લાખે પહોંચ્યું
અમદાવાદઃ માનવ મંદિર ખાતે આવેલી અંધ કન્યા પ્રકાશ શાળામાં દિવ્યાંગ યુવતીઓ દ્વારા છેલ્લા 10 વર્ષથી દિવાળી સમયે દીવા તૈયાર કરીને વેચવામાં આવે છે. 100 દીવાથી શરૂ કરેલું અભિયાન હવે 1.50 લાખ દીવા સુધી પહોંચ્યું છે. આ દીવડા બનવાથી યુવતીઓને પણ રોજગારી મળે છે.
- 16 યુવતીઓએ જ તૈયાર કર્યા 1.50 લાખ દીવા
અંધ કન્યા પ્રકાશ શાળામાં તાલીમ મેળવીને રહેતી દિવ્યાંગ યુવતીઓ દ્વારા જ દિવા તૈયાર કરવામાં આવે છે. બહારથી દીવા લાવીને તેમાં મીણ પૂરવું તથા તેમાં દિવેટ મૂકવી અને તે બાદ તેને બોક્સમાં પેક કરવા સુધીની કામગીરી યુવતીઓ દ્વારા કરવામાં આવે છે. ત્યારે માત્ર 16 કન્યાઓએ જ આ દીવા તૈયાર કર્યા છે. દીવા બનાવવા માટે 6 માસ જેટલો સમય યુવતીઓને થાય છે ત્યારે દીવાળી પૂરી થતા જ યુવતીઓની નિયમિત તાલીમ શરૂ થાય તે દરમિયાન દીવા બનાવવાનું શરૂ કરવામાં આવે છે. દીવા બનાવવા માટે યુવતીઓને સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવે છે.અંધ કન્યા પ્રકાશ શાળાની 16 દીકરીઓએ બનાવ્યા દીવા
- દીવા ઉપરાંત અન્ય પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે
અન્ય કન્યા પ્રકાશ શાળાની યુવતીઓ દ્વારા ન માત્ર દીવાળીના દીવા પરંતુ તે સિવાય અન્ય તહેવારને અનુરૂપ પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે. જેમાં ઠંડીના સમય દરમિયાન ચીક્કી બનાવવામાં આવે છે. આવી રીતે રક્ષાબંધનના સમયગાળામાં રાખડી બનાવવામાં આવે છે.
- તમામ આવક શાળામાં જ વાપરવામાં આવે છે
અન્ય કન્યા પ્રકાશ શાળા એ સેવાની કામગીરી કરે છે ત્યારે દીવાળીના સમય અગાઉ જે દીવા તૈયાર કરવામાં આવ્યાં છે. તે 6 દીવાની કિંમત 70 રૂપિયા રાખવામાં આવી છે. આમ તો આટલા રૂપિયામાં નફો થતો નથી. પરંતુ નફો થાય તો તે અન્ય કન્યા પ્રકાશ શાળામાં જ ખર્ચવામાં આવે છે. હાલ કોરોનાની પરિસ્થિતિને જોતાં અંધ કન્યા પ્રકાશ શાળામાં કોઈ પ્રવૃત્તિ માટે આયોજન કરવામાં આવ્યું નથી. પરંતુ આ મહામારીમાંથી મુક્તિ મળતાં શાળામાં ફરીથી તમામ પ્રવૃતિઓ શરૂ થશે.
અમદાવાદ: અંધ પ્રકાશ કન્યાશાળાની 16 કન્યાઓએ 1.50 લાખ દીવા તૈયાર કર્યા - અમદાવાદ
દેશમાં ભલે બેરોજગારી હોય પરંતુ અંધ કન્યા પ્રકાશ શાળાની દીકરીઓ દ્વારા પોતાના રોજગાર માટે દર વર્ષે દીવા બનાવે છે. તે પ્રમાણે આ વર્ષે પણ 1.50 લાખ દીવડા તૈયાર કર્યા છે. હવે દીપાવલિના દિવસો નજીક આવતાં દીવા બજારમાં વેચવાના પણ શરૂ થયાં છે.
![અમદાવાદ: અંધ પ્રકાશ કન્યાશાળાની 16 કન્યાઓએ 1.50 લાખ દીવા તૈયાર કર્યા અમદાવાદ: અંધ પ્રકાશ કન્યાશાળાની 16 કન્યાઓએ 1.50 લાખ દીવા તૈયાર કર્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9429294-thumbnail-3x2-andh-shada-7204015.jpg?imwidth=3840)
અમદાવાદ: અંધ પ્રકાશ કન્યાશાળાની 16 કન્યાઓએ 1.50 લાખ દીવા તૈયાર કર્યા