ETV Bharat / city

અમદાવાદ: 24 કલાકમાં આપઘાતમાં 1નું મોત, 2ના જીવ બચાવાયા - અમદાવાદ પોલિસ

શહેરમાં લોકડાઉન બાદ આર્થિક તંગી અને અન્ય કારણસર આપઘાતના બનાવ વધ્યાં છે. તેવામાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 1 આપઘાતના બનાવ બન્યો છે જ્યારે 2 આપઘાતના પ્રયાસનો બનાવ બન્યાં છે.

અમદાવાદ: 24 કલાકમાં આપઘાતમાં 1નું મોત, 2ના જીવ બચાવાયા

author img

By

Published : Dec 21, 2020, 10:22 PM IST

  • શહેરમાં આપઘાતના બનાવ વધ્યાં
  • 24 કલાકમાં 2 લોકોએ કર્યા આપઘાતના પ્રયાસ
  • એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ
  • નિકોલમાં યુવકે 7માં માળેથી લગાવી છલાંગ

    અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં કાનબા હોસ્પિટલ કે જે કોવિડ હોસ્પિટલ છે, તેના મેડિકલ સ્ટોરમાં કામ કરતાં ધર્માંગ પટેલ નામના યુવકે રવિવારે રાત્રે હોસ્પિટલના સાતમાં માળેથી નીચે પડતું મૂકી દીધું હતું, જેથી માથા તેમ જ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થવાથી યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. યુવકે કયા કારણથી પગલું ભર્યું તે જાણી શકાયું નથી

    યુવતીએ સાબરમતીમાં લગાવી મોતની છલાંગ

    સાબરમતી નદીમાં નેહા સોલંકી નામની યુવતીએ કૂદી પડીનેે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ફાયરની રીવર રેસ્ક્યુ ટીમે યુવતી ઝંપલાવતા જ તેનો જીવ બચાવી લીધો હતો. હાલ યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી છે, યુવતીના આ પગલાંનું કારણ પણ જાણવા મળ્યું નથી.
  • વાસણામાં કોચિંગ ક્લાસના શિક્ષકે પણ કર્યો આપઘાત

    શહેરના વાસણા વિસ્તારમાં કોચિંગ ક્લાસ ચલાવનાર પાર્થ ટાંક નામના શિક્ષકે બિલ્ડિંગના 14 માળેથી કૂદીને જીવન ટુકાવ્યું છે.પાર્થ ટાંક રાબેતા મુજબ જીમમાં ગયાં હતાં અને જીમમાં જઈને તે જ બિલ્ડીંગના 14માં માળેથી કૂદીને આપઘાત કર્યો છે. વાસણા પોલીસે આ મામલે ગુનો નોધીને તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.