અમદાવાદઃ શહેરમાં બિના મહેતા અને તેમના ગ્રુપ દ્વારા આવા જ એક હોળી સેલીબ્રેશન અને ગ્રાન્ડ રિહર્સલ ક્રિષ્નામયી પર્ફોમન્સ કરવામાં આવ્યું હતું. અમદાવાદના સિંધુભવન રોડ ઉપર ઓર્નેટ પાર્ક ખાતે હોળીના સેલિબ્રેશન અને કલરનો ઉમંગ-ઉત્સાહથી ઉજવાતા સુફી ક્લાસિકલ ડાન્સ ફોર્મની રજૂઆત કરતા બીના મહેતા અને તેમની વિદ્યાર્થીનીઓ દ્વારા કરાયેલું આ ડાન્સ કે જેને સુફી ડાન્સ કહેવામાં આવે છે, તેની અદભુત કલરફુલ પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
હોળી આવતા આપણને ઉત્સાહ અને ઉલ્લાસનો અનુભવ થાય છે, વાતાવરણ રંગીન અને આનંદ મય થઈ જાય છે. જ્યારે આ હોળી ઉપર જેમ રાજસ્થાનમાં ઘુમર ડાન્સ રમાય છે અને મથુરામાં વૃંદાવનમાં રસ રસિયા ડાન્સ રાનાય છે, તેમ બીના મહેતા અને ગ્રુપ દ્વારા રાધાકૃષ્ણનું રશિયા ડાન્સ ફોર્મ રમી હોળી ઉજવવામાં આવે છે. ત્યારે સૂફી ક્લાસિકલ પદ્ધતિથી કૃષ્ણમય પર્ફોમ કરવા માટે આ ગ્રુપ દ્વારા 15મી માર્ચના રોજ પંડિત દિન દયાલ ઓડીટોરીયમમાં ક્રિષ્ના મયી રજૂ કરવાના છે, જેનો 10મો શો રજૂ થવા જઇ રહ્યો છે. તે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ અને આપણી સંસ્કૃતિનું પ્રદર્શન કરીને હોળીના તહેવારમાં ભારતીય સંસ્કૃતિ આર્ટને અનોખી રીતે લાઈફની ઉજવણી કરાય છે.