અમદાવાદઃ શહેરની અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટે ફરજ પર હાજર બે પોલીસ કર્મચારી વનરાજ ઝાલા અને દિનેશ ઝાલાની બેદરકારીને લીધે આરોપી હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો હોવાને લીધે આગોતરા જામીન ફગાવી દીધા છે. ફરજમાં બેદરકારી કરવા બદલ બન્ને પોલીસ કર્મચારીઓ પર કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. આ ગુના હેઠળ ધરપકડ ટાળવા માટે બન્ને પોલીસ કર્મચારીઓ દ્વારા કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, કૃષ્ણનગર દુષ્કર્મ કેસમાં આરોપી સુનિલ ભંડેરીને તપાસ માટે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની ધરપકડ કરવાની જરૂર લાગતા તેનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જ્યાં બન્ને પોલીસ કર્મચારીઓ તેનો જાપતો તો લઈને ગયા હતા અને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાંથી આરોપી ભાગી જતા બન્ને પોલીસ કર્મચારીઓ સામે FIR દાખલ કરવામાં આવી હતી.
જાણો શું હતી ઘટના - કૃષ્ણનગર દુષ્કર્મ કેસ: સુનીલ ભંડારીએ કોર્ટમાં જામીન અરજી કરી
વર્ષ 2017માં કૃષ્ણનગર વિસ્તારની પરણિતાનો અશ્લીલ વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરી તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચરનારા આરોપી સુનીલ ભંડારીએ અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી.