અમદાવાદ રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટી તથા કામધેનુ યુનિવર્સિટીની વિવિધ સંવર્ગની 2,197 જગ્યાઓ તાત્કાલિક (agriculture university vacancy 2022) ભરવામાં આવશે. આ અંગે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો હોવાનું કૃષિ પ્રધાન રાઘવજી પટેલે (Minister Raghavji Patel) જણાવ્યું હતું. કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટીના (kamdhenu university ) કુલપતિઓની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો.
કુલપતિઓની બેઠકમાં લેવાયો નિર્ણય આ બેઠકમાં ચાલુ વર્ષ દરમિયાન યુનિવર્સિટીઓમાં ચાલતા વિવિધ વિદ્યાશાખાના પોલિટેકનિક, સ્નાતક અને અનૂસ્નાતક કક્ષાએ અભ્યાસક્રમોમાં પ્રવેશની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન કૃષિ પ્રધાને કૃષિ યુનિવર્સિટીઓને (agriculture university vacancy 2022) ખેડૂત અને ખેતીના હિતને લઈને સઘન પ્રયત્નો હાથ ધરી સંશોધનો કરવા ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું.
યુવાનોને સરકારી સેવાનો લાભ મળે કૃષિ પ્રધાન રાઘવજીપટેલે (Minister Raghavji Patel) જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનોને સરકારી સેવા દ્વારા જનહિતલક્ષી કાર્યો કરવાનો લાભ મળે તે દિશામાં સરકાર કામ કરી રહી છે. તેના ભાગરૂપે રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટીની (kamdhenu university) વિવિધ સંવર્ગની 2,197 જગ્યાઓ (agriculture university vacancy 2022) તાત્કાલિક ભરવામાં આવશે.
વિવિધ સંવર્ગની જગ્યા ભરાશે કૃષિ પ્રધાને ઉમેર્યું હતું કે, રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટીની (agriculture university vacancy 2022) વિવિધ કેડરની શૈક્ષણિક સંવર્ગની 853 અને બિનશૈક્ષણિક 1,344 સંવર્ગની જગ્યાઓ (agriculture university vacancy 2022) મળી કુલ 2,197 જગ્યાઓ ભરવાની કાર્યવાહી હાથ ધરાશે, જેથી રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટી (kamdhenu university) હસ્તક ચાલતા વિવિધ અભ્યાસક્રમો, સંશોધન, તાલીમ વગેરેની કામગીરી ઝડપી બનાવાશે. ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ, રોપા, કલમો વગેરે સરળતાથી ઉપલબ્ધ થશે તથા ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ઝડપ આવશે.