અમદાવાદ- છેલ્લા કેટલાક દિવસથી ગરમીના તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે.પરંતુ પાણીજન્ય કેસમાં (waterborne Disease in Ahmedabad) કોઈપણ પ્રકાર જોવા મળતો નથી. ત્યારે બીજી બાજુ શહેરમાં 44 કેસ હિટ સ્ટ્રોકના કેસ સામે (Cases of hit stroke in Ahmedabad ) આવ્યા છે.જે લોકો અમદાવાદ કોર્પોરેશન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઝાડા - ઉલટીના કેસમાં ચિંતાજનક વધારો - અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ પાણી જન્ય રોગમાં હજુ પણ ઘટાડો જોવા મળી રહ્યો નથી. આ સપ્તાહમાં 145 જેટલા ઝાડા ઉલ્ટીના કેસ નોંધાયા (waterborne Disease in Ahmedabad)છે. જ્યારે કમળાના કેસ 65 કેસ અને ટાઈફોઈડના 66 નવા કેસ નોંધાયા છે.
આ પણ વાંચો- Gujarat Weather Report : ગુજરાતમાં કાળઝાળ ગરમી, અમદાવાદ 44 ડિગ્રીને પાર
ચિકનગુનિયા નવા 8 કેસ નોંધાયા - પાણીજન્ય રોગનું પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. સાથે સાથે મચ્છરજન્ય કેસો પણ જોવા મળી રહ્યા છે જેમાં ડેન્ગ્યુના કેસ ઘટાડો જોવા મળ્યો છે. ગત સપ્તાહ કરતા આ વખતે 50 ટકા ઘટાડો જોવા મળ્યો છે.જયારે ચિકનગુનિયાના કેસ ગત અઠવાડિયા કરતા 8 કેસ વધુ નોંધાયા છે.
હિટ સ્ટ્રોકના કેસ કેસ નોંધાયા - શહેરમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું છે.પરંતુ આ સપ્તાહમાં શહેરમાં કુલ 44 જેટલા કેસ હિટસ્ટ્રોકના (Cases of hit stroke in Ahmedabad )સામે આવ્યા છે .જેમાં 4 કેસ અન્ય શહેરના અને બાકી 40 અમદાવાદ શહેરના કેસ નોંધાયા છે.જેમને વી.એસ.હોસ્પિટલ,શારદાબેન અને એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચોઃ Gujarat Weather Report: ગરમીમાં તપવા થઈ જાઓ તૈયાર, અનેક જિલ્લામાં હિટ વેવની આગાહી
બેક્ટેરિયોજીકની તપાસ કરવામાં આવી - શહેરમાં પાણીજન્ય રોગનું પ્રમાણ (waterborne Disease in Ahmedabad)વધારે જોવા મળતા કોર્પોરેશન દ્વારા બેક્ટેરિયોજિકલ તપાસ માટે પાણીના નમૂનાઓ લેવામાં આવી રહ્યા છે.જેમાં આ સપ્તાહમાં 1412 જેટલા પાણીના નમૂના લેવામાં આવ્યા હતા.જેમાંથી 24 જેટલા પાણીના નમૂના અનફિટ આવ્યા છે.
કોર્પોરેશન દ્વારા ક્લોરીનની ગોળીનું સતત વિતરણ ચાલુ - પાણીજન્ય રોગ વધારા કારણે પીવાના પાણીમાં ક્લોરીન ગોળી નાખવા માટે ચાલુ માસમાં કુલ 8437 ક્લોરીનની ગોળીઓનું વિતરણ અમદાવાદ કોર્પોરેશન હેલ્થ વિભાગ દ્વારા (Ahmedabad Ahmedabad Corporation Health Department) કરવામાં આવ્યું છે.