ETV Bharat / city

અમદાવાદ: સિવિલ હૉસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ બાદ 3 તબીબ હેડે પણ આપ્યાં રાજીનામા - જે.વી. મોદી

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટના રાજીનામા પછી સિવિલ હૉસ્પિટલના 3 મોટા ડૉકટરોએ રાજીનામા આપી દીધા છે. આ રાજીનામા પડવા પાછળ શું કારણ છે? અને કેમ ધડાધડ રાજીનામા પડ્યા એ રાજ્ય સરકાર માટે પણ પ્રશ્ન છે.

સિવિલ હૉસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટના રાજીનામા બાદ 3 તબીબ હેડે પણ આપ્યાં રાજીનામા

author img

By

Published : Sep 2, 2021, 5:49 PM IST

  • કોરોનાકાળમાં ડૉકટરોએ ઉત્તમ કામગીરી નિભાવી હતી
  • સિવિલ હૉસ્પિટલની આંતરિક રાજનીતિના લીધે રાજીનામા
  • 3 તબીબ હેડે રાજીનામા ધરી દેતાં હડકંપ

અમદાવાદ: સિવિલ હૉસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ જે.વી. મોદીના રાજીનામાના 24 કલાક પછી બી.જે. મેડિકલના ડીન ડૉ. પ્રણય શાહ, મેડિસિન યુનિટના હેડ ડૉ. બિપીન અમીન અને એનેસ્થેસિયા હેડ ડૉ. શૈલેષ શાહે રાજીનામું આપ્યું છે. જેથી સિવિલ હૉસ્પિટલના તંત્રમાં હડકંપ મચી ગયો છે.

સિવિલ હૉસ્પિટલનો પાયો હલ્યો
ત્રણ મોટા તબીબના રાજીનામા પડી જતાં હાલ સિવિલ હોસ્પિટલનો પાયો હલ્યો છે. સુત્રોના કહેવા મુજબ ગાંધીનગરમાં બેઠેલા એક મોટા હેલ્થ અધિકારીના ત્રાસથી તબીબોના રાજીનામા પડ્યાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

તબીબો નારાજ થયાં
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ જે. વી. મોદીએ આપેલા રાજીનામાથી તબીબો નારાજ થયા હતા, અને જે. વી. મોદીનું રાજીનામુ સ્વીકારી લેવાયું છે, જે પછી સીનીયર તબિબોના રાજીનામાં પડ્તા સિવિલ હોસ્પિટલના સ્ટાફમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.

કોરાનાકાળમાં સિવિલ હૉસ્પિટલના સુપ્રિટેન્ડેટની ઉત્તમ કામગીરી
કોરોનાકાળમાં સિવિલ હૉસ્પિટલના સુપ્રિટેન્ડેટે ખૂબ જ સુંદર કામગીરી નીભાવી હતી અને તેમની સાથે ડૉકટરોની ટીમે પણ ખભે ખભો મિલાવીને દર્દીઓની સેવા કરી હતી. ઉત્તમ કામગીરી કરનાર જે.વી. મોદી સિવિલ હૉસ્પિટલની આંતરિક રાજનીતિનો ભોગ બન્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

વધુ વાંચો: અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકીનું અપહરણ

વધુ વાંચો: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 2 મહિનાથી વિટામીન બી12 અને થાઈરોઈડના મશીનો ધૂળ ખાઈ રહ્યા છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.