ETV Bharat / city

દોઢ વર્ષ પછી આજે સિનેમાઘરો થયા શરૂ, અમદાવાદીઓ સિનેમાઘરોમાં ફિલ્મ 'બેલબોટમ' જોવા ઉમટ્યા

author img

By

Published : Aug 19, 2021, 4:57 PM IST

દેશભરમાં 19 ઓગસ્ટે બોલિવુડ ફિલ્મ 'બેલબોટમ' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. કોરોના મહામારીના કારણે દોઢ વર્ષ પછી આ પહેલી એવી ફિલ્મ છે, જે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. કારણ કે, કોરોનાના કારણે અત્યાર સુધી સિનેમાઘર બંધ હતા. ત્યારે અમદાવાદમાં એસ.જી હાઈવે પર આવેલા સિનેમાઘરમાં પણ આજે પહેલા દિવસે ફિલ્મ જોવા માટે દર્શકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

દોઢ વર્ષ પછી આજે સિનેમાઘરો થયા શરૂ
દોઢ વર્ષ પછી આજે સિનેમાઘરો થયા શરૂ
  • દેશભરમાં આજે દોઢ વર્ષ પછી સિનેમાઘરોની ફરી થઈ શરૂઆત
  • અક્ષય કુમારની બેલબોટમ ફિલ્મ સાથે સિનેમાઘરોની ધમાકેદાર શરૂઆત
  • અમદાવાદીઓમાં બેલબોટમ ફિલ્મનો જોવા મળ્યો ઉત્સાહ

અમદાવાદઃ છેલ્લા દોઢ વર્ષ પછી સિનેમાઘરોમાં પહેલી વખત કોઈ ફિલ્મ રિલીઝ થઈ છે, ત્યારે અમદાવાદના દર્શકો પણ સિનેમાઘરો ખૂલવાની રાહ જોઈ રહ્યા હતા. આજે અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ 'બેલબોટમ'થી દેશના તમામ સિનેમાઘરોના દરવાજા ખૂલી ગયા છે. અમદાવાદના એસ.જી.હાઈવે પર આવેલા સિનેમાઘરમાં પહેલા દિવસે દર્શકોની પાંખી હાજરી જોવા મળી હતી.

દોઢ વર્ષ પછી આજે સિનેમાઘરો થયા શરૂ

આ પણ વાંચો- 7 મહિના બાદ વડોદરાના સિનેમા ગૃહ ખૂલ્યા, એન્ટ્રીથી એક્ઝિટ સુધીની તમામ સુવિધા ટચલેસ

સિનેમાઘરમાં નવી ફિલ્મ જોવા માટે દર્શકો પણ ઉત્સાહિત હતા

બીજી તરફ દોઢ વર્ષ પછી સિનેમાઘરમાં નવી ફિલ્મ જોવા માટે દર્શકો પણ ઉત્સાહિત હતા. ETV Bharat ની ટીમે પણ ફિલ્મના રિવ્યૂ માટે દર્શકો સાથે વાતચીત કરી હતી. ત્યારે દર્શકોએ ફિલ્મ અંગે સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. આ સાથે જ લોકોને આ ફિલ્મ ઘણી પસંદ પડી છે. તો આ તરફ સિનેમાઘરોમાં અત્યારે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ફિલ્મો જોવાની હોવાથી લોકોને પહેલા જેવી મજા નથી આવી રહી.

કોરોનાના કેસની સંખ્યા ઘટતા સિનેમાઘરો ખૂલ્યા

જો કે, કોરોનાની બીજી લહેર પહેલાં સિનેમાઘર ખોલવામાં આવ્યા હતા, પરંતુ તે સમયે કોઈ નવી ફિલ્મ રિલીઝ ન હોતી થઈ શકી, પણ હવે દેશમાં કોરોનાના કેસની સંખ્યા ઓછી થતા સિનેમાઘરો ફરી ખોલવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે આજે દોઢ વર્ષ પછી બેલબોટમ ફિલ્મ રિલીઝ થઈ હતી. બેલબોટમ ફિલ્મમાં અભિનેત્રી લારા દત્તાએ ઈન્દિરા ગાંધીનો રોલ કર્યો છે.

આ પણ વાંચો- રાજકોટમાં આજથી સિનેમાઘર ખુલ્યા, સાંજે 7 વાગે છેલ્લો શો

ફિલ્મ રિલીઝ થતા પહેલા લારા દત્તાના લુકના ઘણા વખાણ થયા

જો કે, ફિલ્મ રિલીઝ થતા પહેલા લારા દત્તાના લુકના ઘણા વખાણ થઈ રહ્યા છે. ફિલ્મના રિલીઝ પહેલા અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે કહી રહ્યો હતો કે, 19 ઓગસ્ટ કો રાઝ ભી ખૂલેંગે ઔર સિનેમાઘર ભી. આખરે આ વાત સાચી સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.