ETV Bharat / city

મ્યુકર માઇકોસીસની સારવાર કરવી હોય તો સરકારી હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ખાનગી હોસ્પિટલમાં મ્યુકર માઇકોસીસના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. તે તમામ દર્દીઓના જીવ રામભરોસે એટલે કે પોતાના જવાબદારી પણ સારવાર લઈ રહ્યા હોય તે જાણવા મળી રહ્યું છે. અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદના દર્દીઓને જરૂરિયાત સામે માત્ર 10 ટકા રાજ્ય સરકાર દ્વારા અમદાવાદની હોસ્પિટલમાં પૂરી પાડવામાં આવે છે, એ પણ ફક્ત અને ફક્ત સરકારી હોસ્પિટલો માટે જ ઇન્જેક્શન પાડવામાં આવે છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને હજુ પણ ઇન્જેક્શન મેળવવા માટે રાહ જોવી પડી શકે તેમ છે.

મ્યુકર માઇકોસીસની સારવાર કરવી હોય તો સરકારી હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી
મ્યુકર માઇકોસીસની સારવાર કરવી હોય તો સરકારી હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી
author img

By

Published : May 21, 2021, 7:59 PM IST

  • 12000ની સામે ફક્ત 1200 ઇન્જેક્શન
  • તંત્રનું અણઘડ આયોજન
  • આયોજનના અભાવે દર્દીઓને હાલાકી

    મ્યુકરમાઈકોસીસ રોગની સારવાર લેતાં તમામ દર્દીઓને હાલ જો તેમને સારવાર જોઈતી હોય તો ફરજિયાતપણે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં દાખલ થવું પડે તેવા દિવસો છે. કારણ કે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસીસના ઇન્જેક્શન ઉપલબ્ધ નથી અને સરકાર દ્વારા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 12,000ની જરૂરિયાતની સામે ફક્ત 1200 પૂરા પાડવામાં આવે છે.
    મ્યુકર માઇકોસીસના દર્દીઓ માટે સરકાર પાસે પૂરતાં ઇન્જેક્શન્સ નથી

    અમદાવાદ વિભાગના અધિકારી ભાવિન સોલંકી દ્વારા જણાવવામાં આવે છે કે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ કોર્પોરેશનના હજાર આપવામાં આવ્યા હતાં જે પૈકી એલ જી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલાં 45 દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવી રહ્યાં છે. તો અન્ય હોસ્પિટલોમાં 150થી વધુ દર્દીઓ મ્યુકરમાઈકોસીસના દર્દી સારવાર લઇ રહ્યાં છે. પરંતુ એક દર્દીને આ સારવાર પાછળ ટોટલ 70 ઇન્જેક્શનની જરૂર પડતી હોય છે એટલે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને જ ઇન્જેક્શનનો જથ્થો ફાળવવામાં આવે છે.

    આ પણ વાંચોઃ ગુજરાતમાં બાળકો નથી રહ્યા સુરક્ષીત, 13 વર્ષીય બાળકને થયો મ્યુકોર માયકોસીસ

    કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જણાવ્યા પ્રમાણે ઇન્જેક્શનની જરૂરિયાત વધી રહી છે, પરંતુ પૂરતા પ્રમાણમાં સ્ટોક ન હોવાના કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. હાલ એસવીપી હોસ્પિટલ બહારનાં જે દ્રશ્યો હતાં તે દ્રશ્યોની જો વાત કરીએ તો ત્યાં પણ લાઇનમાં ઉભેલા એક પણ દર્દીના સગાંને ઇન્જેક્શન હાલ મળી શકશે નહીં. કારણ કે સરકાર પાસે અપૂરતા જથ્થામાં ઇન્જેક્શન હોવાના કારણે તમામ દર્દીઓ સુધી હજુ સારવાર મળવી મુશ્કેલ બની શકે છે.

આ પણ વાંચોઃ સરકારના નિયમ પ્રમાણે દુકાનો-ધંધા ચાલુ રાખજો, 3 વાગ્યા પછી દુકાન ખુલ્લી હશે તો થશે કાયદેસરની કાર્યવાહી: DGP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.