ETV Bharat / city

RTE હેઠળ એડમિશનની પ્રક્રિયા એપ્રિલથી શરૂ થવાની શક્યતા - શિક્ષણ વિભાગ

મફત શિક્ષણ ફરજિયાત શિક્ષણના RTE (રાઈટ ટૂ એજ્યુકેશન) નિયમ પ્રમાણે રાજ્યમાં ધોરણ 1માં પ્રવેશ માટેની અરજી પ્રક્રિયાની શરૂઆત દર વર્ષે માર્ચ મહિનાથી થઈ જતી હોય છે, પરંતુ કોરોનાના કારણે આ વર્ષે હજી પણ RTE એડમિશન અંગેની કોઈ કામગીરી શરૂ કરાઈ નથી. એપ્રિલ મહિનામાં આ કામગીરી શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

RTE હેઠળ એડમિશનની પ્રક્રિયા એપ્રિલથી શરૂ થવાની શક્યતા
author img

By

Published : Mar 25, 2021, 2:53 PM IST

  • કોરોનાના કારણે RTEની પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ
  • આવતા મહિને એપ્રિલમાં પ્રવેશ પ્રક્રિયા થાય તેવી શકયતા
  • RTE અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના પરિવારના બાળકને અપાય છે પ્રવેશ

આ પણ વાંચોઃ રાઇટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ પર્વત પાટિયા વિસ્તારમાં રહેતાં વાલીનું ફોર્મ શાળા દ્વારા રદ

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ધોરણ 1માં ફરજિયાત શિક્ષણ મળી રહે તેવા હેતુથી આર્થિક રીતે નબળા વર્ગના પરિવારના બાળકોને વિનામૂલ્યે ખાનગી શાળાઓમાં RTE (રાઈટ ટૂ એજ્યુકેશન) એક્ટ હેઠળ પ્રવેશ અપાતો હોય છે. RTE અંતર્ગત પ્રવેશ મેળવનારા બાળકોનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે છે. આ ઉપરાંત RTE હેઠળ પ્રવેશ લેનારા બાળકોના વાલીઓના ખાતામાં વાર્ષિક 3 હજાર રૂપિયાની રકમ પણ સરકાર આપે છે. આથી વાલીઓને બાળકોની પાઠ્યપુસ્તકો સહિતની સામગ્રીઓ ખરીદવામાં સહાયતા મળે.

આ પણ વાંચોઃ RTE હેઠળ વર્ષ 2020-21માં 19,211 બાળકો પ્રવેશથી વંચિત

ગયા વર્ષે RTE હેઠળ ખોટી રીતે પ્રવેશ લેનારા 3302 ફોર્મ રદ કરાયા

RTE હેઠળ પ્રવેશ આપવા માટેની કામગીરી થતી હોય છે, પરંતુ મફત શિક્ષણ મળતું હોવાથી અનેક વાલી એવા છે કે જેઓ પોતાના આર્થિક પરિસ્થિતિ સારી હોવા છતાં પણ મફત શિક્ષણ માટે RTEમાં પ્રવેશ મેળવતા હોય છે. આ અંગે શિક્ષણ વિભાગે સ્ક્રુટિનીની રચના કરી કોઈ પણ વ્યક્તિ ખોટી રીતે પોતાના બાળકોને પ્રવેશ ન અપાવા તે માટેની તમામ ચકાસણી કરી છે. ગયા વર્ષે આ રીતે ખોટા પ્રવેશ લેનાર 3302 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા.

કોરોનાના કારણે RTEની પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ
અમદાવાદમાં ગયા વર્ષે 4,000થી વધારે લોકોએ RTE માટે ડુપ્લિકેટ ફોર્મ ભર્યા હતા

અમદાવાદમાં ગયા વર્ષે RTE માટે 23,800 ફોર્મ ભરાયા હતા, જેમાં 16,519 ફોર્મ ગ્રાહ્ય રાખવામાં આવ્યા હતા. જ્યારે 2,302 ફોર્મ રદ કરાયા હતા. આ સાથે જ એક જ વિદ્યાર્થીના બે વખત ફોર્મ ભરાયા હોય તેવા ડુપ્લિકેટ ફોર્મની સંખ્યા 4 હજારથી વધુ હતી. મહત્વનું છે કે તમામ ચકાસણી કર્યા બાદ અમદાવાદ શહેરમાં 8,409 વિદ્યાર્થીએ ગત વર્ષે RTE હેઠળ પ્રવેશ મેળવ્યો હતો.

42,000થી વધુ વિદ્યાર્થીઓ RTE હેઠળ ભણી રહ્યા છે

મહત્વનું છે કે, અમદાવાદ શહેરમાં 42,000થી પણ વધુ વિદ્યાર્થીઓ RTE હેઠળ શિક્ષણ મેળવી રહ્યા છે. આ વર્ષની RTEની પ્રક્રિયા આગામી મહિનામાં શરૂ થાય તેવી શક્યતાઓ અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારીએ માહિતી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.