ETV Bharat / city

ADC બેંક માનહાનિ કેસ: રાહુલ-સુરજેવાલાની મુશ્કેલી વધી, મેટ્રો કોર્ટે હાજર થવા સમન્સ જાહેર કર્યું - metropolitan-court

અમદાવાદઃ નોટબંધી વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ADC બેંક વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન મુદ્દે સોમવારે ઘીકાંટા મેટ્રોપોલિટન કોર્ટે બધા સાક્ષીઓની જુબાની બાદ રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા વિરુદ્ધ સમન્સ જાહેર કર્યું છે. મેટ્રો કોર્ટે સમન્સ જાહેર કરતા નોંધ્યું છે કે, બંનેના ADC બેંક વિશેના નિવેદનથી બદનક્ષી થઈ છે અને જેને લઈને રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાને 27મી મે સુધીમાં હાજર થવાનો હુકમ કર્યો છે.

ડિઝાઈન ફોટો
author img

By

Published : Apr 8, 2019, 4:57 PM IST

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા વિરુદ્ધ 748 કરોડ રૂપિયાના બદનક્ષી કેસમાં સમન્સ જાહેર કરી બંનેને આગામી 27મી મેંના રોજ અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર થવાનો હુકમ કર્યો છે. મેટ્રો કોર્ટે બંનેએ નોટબંધી વખત ADC બેંક વિશે કરેલી ટિપ્પણીથી બેંકની બદનક્ષી થઈ હોવાનું માન્યું છે અને આ આધાર રાખીને બંનેને સમન્સ પાઠવવામાં આવ્યાં છે.

ADC બેંકના વકીલની પ્રતિક્રિયા
અગાઉની સુનાવણીમાં જયદીપ શાહ અને શૈલેષ પંચાલ નામના બંને સાક્ષીએ કોર્ટમાં કહ્યું હતું કે, તેઓ ADC બેંકમાં ખાતું ધરાવતા હતા અને જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રવક્તા સુરજેવાલાએ વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં બંનેએ ADC બેંકને કૌભાંડી ગણાવી હતી. જેથી આ વાંચીને અમે અમારું ખાતું ત્યાંથી બંધ કરાવી અન્ય બેંકમાં નવું ખાતું ખોલાવ્યું હતું. આ અંગેના સમાચાર ટીવી પર જોયા હોવાનું પણ સાક્ષીઓએ કોર્ટને જણાવ્યું હતું.ADC બેંકના ચેરમેન અજય પટેલે વિવાદાસ્પદ નિવેદન બદલ રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા પર 748 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો અમદાવાદ મેટ્રો કોર્ટમાં દાખલ કર્યો હતો. અગાઉની સુનાવણીમાં ADC બેંકના ચેરમેન અજય પટેલે કોર્ટમાં આપેલી જુબાનીમાં જણાવ્યું હતું કે, નોટબંધી બાદ રાહુલ અને રણદીપ સુરજેવાલાએ ADC બેંક પર ખોટી રીતે 700 કરોડ રૂપિયાની નોટો બદલવાનો આક્ષેપ કર્યો હતો. જેથી બેંકની પ્રતિષ્ઠાને ફટકો પહોંચ્યો છે.

Intro:નોટબંધી વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલઈ એડીસી બેંક વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન મુદ્દે સોમવારે સોમવારે ઘીકાંટા મેટ્રોપોલિટન કોર્ટે બધા સાક્ષીઓની જુબાની બાદ રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા વિરુદ્ધ સમન્સ જારી કર્યો કર્યો છે. મેટ્રો કોર્ટે સમન્સ જારી કરતા નોંધ્યું છે કે બંનેના એડીસી બેંક વિશેના નિવેદનથી બદનક્ષી થઈ છે અને જેને લઈને રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાને 27મી મે સુધીમાં હાજર થવાનો હુકમ કર્યો છે...

Body:કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલા વિરુદ્ધ 748 કરોડ રૂપિયાના બદનક્ષી કેસમાં સમન્સ જારી કરી બંનેને આગામી 27મી મેં ના રોજ અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર થવાનો હુકમ કર્યો છે. મેટ્રો કોર્ટે બંનેએ નોટબંધી વખત એડીસી બેંક વિશે કરેલી ટિપ્પણીથી બેંકની બદનક્ષી થઈ હોવાનું માન્યું છે અને એને આધાર રાખીને બંનેને સમન્સ પાઠવવામાં આવ્યું છે.

અગાઉની સુનાવણીમાં જયદીપ શાહ અને શૈલેષ પંચાલ નામના બંને સાક્ષીઓએ કોર્ટમાં કહ્યું હતું કે તેઓ એડીસી બેંકમાં ખાતું ધરાવતા હતા અને જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રવક્તા સુરજેવાલા એ વિવાદાસ્પદ ટ્વિટ કર્યું હતું. ટ્વીટમાં બંનેએ એડીસી બેંકને કૌભાંડી ગણાવી હતી. જેથી આ વાંચીને અમે અમારું ખાતું ત્યાંથી બંધ કરાવી અન્ય બેંકમાં નવું ખાતું ખોલાવ્યું હતું. આ અંગેના સમાચાર ટીવી પર જોયા હોવાનું પણ સાક્ષીઓએ કોર્ટને જણાવ્યું હતું.

Conclusion:એડીસી બેન્કના ચેરમેન અજય પટેલે વિવાદાસ્પદ નિવેદન બદલ રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા પર 748 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો અમદાવાદ મેટ્રો કોર્ટમાં દાખલ કર્યો હતો..

અગાઉની સુનાવણીમાં એડીસી બેન્કના ચેરમેન અજય પટેલે કોર્ટમાં આપેલી જુબાનીમાં જણાવ્યું હતું કે નોટબંધી બાદ રાહુલ અને રણદીપ સુરજેવાલાએ એડીસી બેંક પર ખોટી રીતે 700 કરોડ રૂપિયાની નોટો બદલવાનો આક્ષેપ કર્યો હતો જેનાથી તેમની બેંકની પ્રતિષ્ઠાને ફટકો પહોંચ્યો છે

બાઈટ - અજીતસિંહ જાડેજા, વકીલ, એડીસી બેન્ક.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.