ETV Bharat / city

અદાણી ગ્રીન એનર્જીને SECIનો રૂપિયા 45,000 કરોડનો ઓર્ડર મળ્યો - નરેન્દ્ર મોદી

અદાણી ગ્રીન એનર્જીને સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(SECI) પાસેથી દેશમાં 8 ગીગાવોટ વીજળી ઉત્પાદન ક્ષમતાના વિકાસ માટે અને બે ગીગાવોટ વીજળી વિનિર્માણ સંયંત્રની સ્થાપના માટે રૂપિયા 45,000 કરોડનો ઓર્ડર મળ્યો છે. કંપનીએ જણાવ્યું છે કે, આ ઓર્ડરથી કંપની 2025 સુધીમાં 25 ગીગાવોટ ઉત્પાદન ક્ષમતા સુધી પહોંચી જશે.

ગૌતમ અદાણી
ગૌતમ અદાણી
author img

By

Published : Jun 9, 2020, 9:31 PM IST

અમદાવાદઃ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)ને સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI)નો ઉત્પાદન સાથે સંકળાયેલા સોલાર કરાર એનાયત થયો છે. આ એવોર્ડના ભાગ તરીકે AGEL 8 ગીગાવોટ ક્ષમતાના સોલાર પ્રોજેકટસ વિકસાવવાની સાથે સાથે 2 ગીગાવોટ વધારાને સોલાર સેલ અને મોડ્યુલ ઉત્પાદન ક્ષમતાની સ્થાપના કરવાની અદાણીને જવાબદારી આપવામાં આવશે. વિશ્વમાં આ પ્રકારનો સૌથી મોટો એવોર્ડ જેનાથી એક જ યોજનામાં રૂપિયા 45,000 કરોડ (6 અબજ ડોલર)નું રોકાણ થશે તથા 4,00,000 લોકોને સીધી અને આડકતરી રોજગારી મળશે. આ ઉપરાંત પ્રોજેકટના જીવનકાળમાં 900 મિલિયન ટન કાર્બન પેદા થતો અટકશે.

અદાણી ગ્રીન એનર્જિને SECIનો રૂ. 45,000 કરોડનો ઓર્ડર મળ્યો

આ એવોર્ડ હાંસલ થવાની સાથે AGELને સંચાલન, નિર્માણ અથવા તો કરાર હેઠળની 15 ગીગાવોટ ક્ષમતા પ્રાપ્ત થશે અને વર્ષ 20205 સુધીમાં વિશ્વમાં 25,000 મેગાવોટની રિન્યુએબલ એનર્જી પ્રોજેકટની ઉત્પાદન ક્ષમતા મેળવાની કરવાની મજલ શરૂ થશે અને જે આગામી 5 વર્ષમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રૂપિયા 1,12,000 કરોડ (15 અબજ ડોલર)નું મૂડીરોકાણ કરવાની કટિબધ્ધતા ધરાવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાનનો પ્રારંભ કર્યો, તે પછીનુ એક જ યોજનામાં સૌથી મોટુ મૂડીરોકાણ બની રહેશે. ભારત જલ-વાયુ પરિવર્તન ક્ષેત્રે જે લડત આપી રહ્યું છે તે દિશામાં તથા ભારતના વડાપ્રધાને વર્ષ 2015માં પેરિસમાં યોજાયેલી સીઓપી-21(COP 21) સમીટમાં વિશ્વ સમક્ષ દાખવેલી કટિબદ્ધતાને આગળ ધપાવતુ આ એક મહત્વનુ પગલું બની રહેશે.

Adani Green Energy
2 ગીગાવોટના સોલાર સેલ અને મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા હાલની 1.3 ગીગાવોટની ક્ષમતા સાથે વર્ષ 2020 સુધીમાં સ્થાપિત થશે

આ એવોર્ડ હાંસલ કરવા અંગે પ્રતિભાવ આપતાં અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી જણાવે છે કે, સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) આ સિમાચિન્હરૂપ એવોર્ડ માટે પસંદ કરીને અમારૂ સન્માન કર્યુ છે. વર્તમાન વિશ્વમાં હવામાનને સુસંગત ફેરફારો કરવાની બાબતને આર્થિક વિકાસની અગ્રતાઓથી સ્વતંત્ર ગણી શકાય નહી. રોજગાર નિર્માણ અને કાર્બન મુક્તિ એ બંને સમાંતર ચાલતા ઉદ્દેશ છે. ભારતે વર્ષ 2015માં પેરિસ ખાતે યોજાયેલી યુનાઈટેડ નેશન્સની કલાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં જલ વાયુ પરિવર્તન ક્ષેત્રે બદલાવની આગેવાની લેવાની નિષ્ઠા વ્યક્ત કરી હતી અને આજે તે COP 21ની કટિબદ્ધતાનુ પાલન કરનારા વિશ્વના 8 રાષ્ટ્રોની યાદીમાં અગ્ર સ્થાને છે.

રિન્યુએબલ પાવરે વિશ્વના અત્યંત સ્વચ્છ અને અત્યંત કરકસરયુક્ત બળતણ બનવાની સંક્રાંતિમાં તે દેખીતુ પરિણામ છે અને અદાણી જૂથ એ મજલમાં મોખરાની ભૂમિકા બજાવવાનો ઈરાદો ધરાવે છે. આ પ્રોજેક્ટ દેશના જલ-વાયુ પરિવર્તનના વચન સાકાર કરવામાં તેમજ રાષ્ટ્રના આત્મનિર્ભર ભારત અભિયાનમાં એક મહત્વનુ કદમ બની રહેશે. અદાણી જૂથનુ રાષ્ટ્ર નિર્માણનુ સપનું સાકાર કરવામાં પણ તે વધુ એક કદમ બની રહેશે.

એવોર્ડ અંગે કરાર થયાના આધારે 8 ગીગાવોટનો સોલાર ડેવલપમેન્ટ પ્રોજેકટનો અમલ આગામી 5 વર્ષમાં કરવામાં આવશે. પ્રથમ 2 ગીગાવોટની નિર્માણ ક્ષમતા વર્ષ 2022 સુધીમાં હાંસલ થશે અને બાકીની 6 ગીગાવોટ ક્ષમતા વાર્ષિક 2 ગીગાવોટના વધારા સાથે 2025 સુધીમાં સાકાર કરનારા આ પ્રોજેકટમાં વિવિધ સ્થળોનો સમાવેશ કરાયો છે. જેમાં 2 ગીગાવોટના સિંગલ સાઈટ જનરેશન પ્રોજેકટનો સમાવેશ થાય છે. જે વૈશ્વિક સ્તરે જાહેર કરાયેલા સૌથી મોટા સિંગલ સાઈટ પ્રોજેકટ તરીકે ગણના પામશે. 2 ગીગાવોટના સોલાર સેલ અને મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા હાલની 1.3 ગીગાવોટની ક્ષમતા સાથે વર્ષ 2020 સુધીમાં સ્થાપિત થશે અને તે જૂથની ભારતની સૌથી મોટી સોલાર ઉત્પાદન એકમ તરીકેનુ સ્થાન મજબૂત કરશે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનુ બિઝનેસ મોડેલ ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ કાઉન્ટરપાર્ટીઝ સાથે લાંબા ગાળાના કોન્ટ્ર્ક્ટ પર ધ્યાન કેન્દ્રત કરે છે, જે ઝડપભેર મોટા પ્રોજેકટનુ નિર્માણ કરે છે અને તે પછી ટોચની વિશ્વની સુસંકલિત એનર્જી કંપનીઓ સાથે સોલાર ડેવલપમેન્ટ પાર્ટનરશિપ્સ હાથ ધરીને તેમના કાર્બનના વ્યાપમાં ઘટાડો કરે છે. કંપનીએ બે વર્ષ કરતાં ઓછા સમય પહેલાં તેનુ જાહેરભરણું આવ્યું, તે પછી ઝડપભેર આગળ ધપી રહી છે. આ નવો કરાર આ મોડેલને મજબૂત કરવામાં વધુ સહાય કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.