- ગુજરાતી ફિલ્મોના ચાહકો માટે એક ખુબ જ દુઃખદ સમાચાર
- જાણીતા અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું નિધન
- બુધવારે રાત્રે નિધન થયું નિધન
ન્યૂઝ ડેસ્ક: ગુજરાતી ફિલ્મોની તો વાત જ અનેરી છે. ઘણા લોકો આજે પણ આ ફિલ્મજગત (Gujarati film industry) ના ચાહક છે. ગુજરાતી ફિલ્મોના ચાહકો માટે એક ખુબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા ચંદ્રકાંત પંડ્યા (Chandrakant Pandya) નું બુધવારે રાત્રે નિધન થયુ હતું. મુંબઈમાં ટૂંકી બિમારી બાદ તેમનું નિધન થયું છે.
આ પણ વાંચો: ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મુંબઈમાં નિધન, રાવણના પાત્રથી મળી હતી લોકપ્રિયતા
ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીએ તેમને નાટકોમાં કામ કરવાની અપાવી તક
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 70 થી 90ના સમયગાળામાં જ્યારે સુવર્ણકાળ હતો. પીઢ અભિનેતા ચંદ્રકાન્ત પંડ્યા (Chandrakant Pandya) ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Gujarati film industry) માં 100 કરતા પણ વધુ ફિલ્મો, ગુજરાતી સામાજિક, ધાર્મિક સિરિયલોમાં કામ કરી ચૂક્યા છે. જે હવે આપણી વચ્ચે નથી રહ્યા. બનાસકાંઠાના ડીસા તાલુકાના ભીલડી ગામે આ દિગ્ગજ કલાકારનો 1-1-1946 ના રોજ જન્મ થયો હતો. નાટકોમાં બાળપણથી જ તેમને ખુબ જ રસ હતો. તેમણે BA સુધીનો અભ્યાસ કર્યો છે. જે બાદ મુંબઈમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીએ તેમને નાટકોમાં કામ કરવાની તક અપાવી હતી.
આ પણ વાંચો: રાજસ્થાન: કોંગ્રેસના ધારાસભ્ય કૈલાસ ત્રિવેદીનું કોરોનાના કારણે નિધન
રામાયણ સિરિયલમાં તેમણે નિષાદરાજની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી
રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં તેમણે નિષાદરાજની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાદુ મકરાણી ફિલ્મથી બ્રેક મળ્યા બાદ તેમણે અભિનયમાં પાછું વળીને નથી જોયુ. પોતાની કારકિર્દીમાં આ કલાકારે અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કીરીને લોકોને મનોરંજન (entertainment) પૂરુ પાડ્યું છે. હાલ આ આ દિગ્ગજ કલાકારે દુનિયાથી વિદાય લઇને સૌ કોઈની આંખોમાં અશ્રુ લાવી દીધા છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.