વિરમગામઃ દસાડા અનુસૂચિત જાતિ હિત રક્ષક સમિતિના પ્રમુખ ઇશ્વરભાઇ પરમાર, ઉપ પ્રમુખ કનુભાઇ શ્રીવાસ્તવ અને મંત્રી અરજણભાઈ સોલંકી સહિતના આગેવાનો દ્વારા માંડલના PSI સંદીપ ભાઈ પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર એક દોઢ મહિના પહેલા પોરબંદરના બરડા ડુંગર ખાતે થયેલા દલિત સમાજના ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. તેમજ તાજેતરમાં કચ્છ જિલ્લાના રાપરમાં પણ અનુસૂચિત જાતિના એક એડવોકેટની જાહેરમાં ઘાતકી રીતે નિર્મમ હત્યા કરાઈ હતી.
જે બંને ઘટનાને સખત રીતે વખોડી કાઢી હતી. આ અનુસૂચિત જાતિની હિત રક્ષક સમિતિ માંડલ, દસાડા અને વિરમગામ દ્વારા માંડલના પી.એસ.આઈને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, દલિત સમાજના લોકોની હત્યા કરનારા હત્યારાઓને ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી.
પોરબંદગ ત્રિપલ મર્ડર અને રાપરમાં થયેલી એડવોકેટની હત્યાના આરોપીઓને પકડી કડકમાં કડક સજા થાય તેવી અનુસૂચિત જાતિ હિતરક્ષક સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.