અમરાઇવાડી વિસ્તારમાં રહેતી પરણિતાને પ્રેમ સબંધ બાધવા માટે જયેશ ઝાલા ઘમકી આપતો હતો. પરંતુ પરણિતા પ્રેમ સબંધ માટે તૈયાર ન હતી. જેથી 14 ડિસેમ્બર 2015ના રોજ જયેશ એસિડ લઇ આવ્યો હતો. પરણિતાના ઘરની બહારથી એસિડ ફેંક્યું હતું. જેમાં 9 વર્ષની બાળકીનો ચહેરો અને હાથમાં ગંભીર ઇજા પહોચતા બાળકીને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આ અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી આરોપી જયેશને ઝડપી લઇ જેલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ચાર્જશીટ બાદ કેસ સેશન્સ કોર્ટમાં ચાલવવામાં આવ્યો હતો.
સરકારી વકીલ નવીન ચૌહાણે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, એસિડ એટેક ગંભીર ગુનો છે. આવા ગુના અંગે સુપ્રીમ કોર્ટે પણ કેટલાક મહત્ત્વના માર્ગદર્શક સિધ્ધાંતો આપ્યા છે. આરોપી સામે કેસ પુરવાર થાય તેટલા દસ્તાવેજી પુરાવા છે. અને સાક્ષીઓની જુબાની પણ છે. ત્યારે આરોપીને સખતમાં સખત સજા કરવી જોઇએ જેથી સમાજમાં દાખલો બેસે અને આવા ગુનેગારોમાં કાયદાનો ડર રહે.