- ચાલુ કોર્ટે જજ પર ચપ્પલ ફેકી સરકારી કામમાં રુકાવટ બદલ સજા
- કોર્ટે આરોપીને ફટકારી 18 મહિનાની કેદની સજા
- આરોપીને પ્રોબેશનનો લાભ આપવામાં આવે તો ખોટો સિરસ્તો પડી જાય: કોર્ટ
અમદાવાદ: વર્ષ 2012માં ઓપન કોર્ટમાં જજ ઉપર ચપ્પલ ફેક નારા આરોપીને ગ્રામ્ય કોર્ટે 18 મહિનાની કેદની સજા ફટકારી છે. મહત્વનું છે કે, 9 વર્ષ પહેલા ગુજરાત હાઇકોર્ટના તાત્કાલિન ન્યાયમૂર્તિ અને ઓરિસ્સા હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કલ્પેશ જવેરી ઉપર ભવાનીદાસ બાવાજી માર્ગીએ ઝડપથી કેસ ચાલતો ન હોવાના કારણે ચપ્પલ ચપ્પલ ફેક્યું હતું. જેમાં, ગ્રામ્ય કોર્ટે તેમને આર્થિક પરિસ્થિતિ જોઈ દંડ ફટકારવાની સામે 18 માસની સજાનો ઓર્ડર બહાર પાડ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટનો નિર્દેશ: BU પરમિશન અને ફાયર સેફટી ન હોય તેવા એકમો સામે લેવાશે પગલાં
આરોપીને 18 માસની સજા કરવામાં આવી
કોર્ટે હુકમ કર્યો હતો કે, આરોપી ભવાનીદાસ માયારામ બાવાજી માર્ગીને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 255(2) અંતર્ગત ઇ.પી.કો કલમ 353ના ગુનામાં કસૂરવાર ધરાવવામાં આવે છે. લોકડાઉનના કારણે પોર્ટનું ફીઝીકલ હીઅરીંગ ચાલુ ન હોવાના કારણે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવતા નથી. આ ઉપરાંત, કોર્ટે નોંધ્યું હતું કે આરોપીની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે દંડ ન કરી તેમને 18 માસની સાદી કેદની સજા કરવામાં આવી છે.
આ પણ વાંચો: રાજ્યએ ખુશ થયા વિના થર્ડ-વેવ સાથે લડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવો જોઈએઃ ગુજરાત હાઇકોર્ટ
પ્રતિષ્ઠિત હોદ્દો ધરાવનાર વ્યક્તિ ઉપર ચપ્પલ ફેકવુ નિંદનીય: કોર્ટ
કોટે ઓર્ડરમાં જણાવ્યું છે કે આરોપીએ આવેશમાં આવીને આ કૃત્ય કર્યું છે. જેથી, આરોપીનો આવેશ કોઈપણ દૃષ્ટિએ વ્યાજબી જણાતો નથી. અદાલતોમાં ઘણા કેસો પેન્ડિંગ હોવાના કારણે કેસોનો સમયમર્યાદામાં નિકાલ થતો નથી તે એક સત્ય હકીકત છે. પરંતુ, તેના કારણે હાઇકોર્ટ જજ જેવા પ્રતિષ્ઠિત હોદ્દો ધરાવનાર વ્યક્તિ ઉપર ચપ્પલ ફેંકવાનું કૃત્ય ખૂબજ નિંદનીય છે. આથી, આવા કેસોમાં પ્રોબેસનનો લાભ આપવામાં આવે તો એક શિરસ્તો પડી જાય છે. કેસ ચાલતો નથી તેથી કોર્ટની અવગણના કરવી અથવા જજ પર ગુનાહિત બળ વાપરવું અને ત્યારબાદ પ્રોબેશનનો લાભ લઇ છૂટી જવું.