ETV Bharat / city

અમદાવાદઃ PAYTMમાં KYC અપડેટ કરવાના બહાને છેતરપિંડી કરનારા આરોપીની કરાઇ ધરપકડ - ETV Bharat News

રાજ્યમાં દિવસેને દિવસે છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે PAYTMમાં KYC અપડેટ કરાવવાના નામે દેશના અનેક રાજ્યોમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરનારા આરોપીઓની અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓની તપાસમાં રાજ્યમાં પણ 200 લોકો સાથે છેતરપિંડી કરવાનું સામે આવ્યું છે.

updating KYC in PAYTM
PAYTMમાં KYC અપડેટ કરવાના બહાને છેતરપિંડી કરનારા આરોપીની કરાઇ ધરપકડ
author img

By

Published : Aug 12, 2020, 11:08 PM IST

અમદાવાદઃ દેશમાં ટેક્નોલોજીનો જેટલો વ્યાપ વધી રહ્યો છે, તેની સામે ઓનલાઇન ગુનાઓ અને છેતરપિંડીઓની ઘટનામાં પણ મોટો વધારો થઈ રહ્યો છે. શહેરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં PAYTM એકાઉન્ટમાં KYC અપડેટ કરવાના બહાને સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીને છેતરપિંડીનો સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે.

દેશમાં પ્રથમ વખત અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ રેકેટનો પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ પણ કરી છે. આ આરોપીઓએ દેશના અનેક રાજ્યોમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. આરોપીઓની તપાસમાં રાજ્યમાં પણ 200 લોકો સાથે છેતરપિંડી કરવાનું સામે આવ્યું છે.

PAYTMમાં KYC અપડેટ કરવાના બહાને છેતરપિંડી કરનારા આરોપીની કરાઇ ધરપકડ

સાયબર ક્રાઇમના DCP અમિત વસાવાએ જણાવ્યું કે, કોલ સેન્ટરમાં કામ કરતા યુવકને ત્યાં રેડ પાડીને 3 લેપટોપ, સીમ બોક્સ, કાર અને બાઇક કબજે કરવામાં આવ્યાં છે. તેઓ હેલ્પલાઇનના નંબર સાથેનો ફેક મેસેજ PAYTMમાં KYC અપડેટ કરવાના બહાને મોબાઈલ યૂઝરોને મોકલતા હતા. ઝડપાયેલા યુવકો પાસેથી ઓનલાઇન વોલેટ અને 8 બેન્ક એકાઉન્ટ મળી આવ્યા છે. ગુજરાતની સાથે સાથે તેઓએ આઠ અન્ય રાજ્યોના મોબાઇલ યૂઝરોને પણ મેસેજ મોકલ્યા હતા.

સાયબર ક્રાઇમની ટીમે હાલ આરોપી સોહેલ ખાન પઠાણ પાસેથી બે મોબાઇલ, ત્રણ લેપટોપ, 3 સીમ બોક્સ, 39 સીમકાર્ડ, 1 કાર, 1 બાઇક, 2 દુકાનો સહિત 58 લાખનો રોકડ મુદ્દામાલ કબ્જે કર્યો છે. છેતરપિંડી કરનારાઓએ ખોટા નંબરને હેલ્પલાઇન નંબર દેખાડીને બિહાર, ઝારખંડ, વેસ્ટ બંગાળ સહિતના રાજ્યોમાં પણ મેસેજ મોકલ્યા હતા. સોહેલ બે વર્ષથી આ કામ કરતો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.