અમદાવાદમાં 1 નવેમ્બરથી શહેરના મોટા ભાગના વિસ્તારોમાં તમામ ટ્રાફિક પોઇન્ટ પર પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. નવા દંડની જોગવાઈ મુજબ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનરાને દંડવામાં આવતા હતા. ખાસ હેલ્મેટ અને સીટ બેલ્ટ માટે ડ્રાઈવ યોજવામાં આવતી હતી. 1 નવેમ્બરથી 7 નવેમ્બર સુધી પોલીસે 14,730 લોકોને ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા માટે દંડયા હતા.
14,730 લોકો પાસેથી પોલીસે 70 લાખ જેટલી રકમનો દંડ એક સપ્તાહમાં વસુલયો હતો. જેમાં હેલ્મેટ વગર વાહન ચાલકો 34.40 લાખનો દંડ અને સીટ બેલ્ટ વગર વાહન ચલાવતા લોકો પાસેથી 18.38 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. ચાલુ વાહને મોબાઈલ ફોન પર વાત કરતા લોકોને પણ દંડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સતત આ પ્રમાણેની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.