- ACB એ દેવભૂમિ દ્વારકાના ડેપ્યુટી કલેક્ટરને લાંચ લેતા ઝડપ્યા
- નિહાર ભેટારિયા નામના ડેપ્યુટી કલેક્ટર સામે કાર્યવાહી
- 3 લાખની લાંચ લેતા ગાંધીનગર ACB એ રંગેહાથ ઝડપ્યા
અમદાવાદ: એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાંચિયા સરકારી બાબુઓ સામે લાલઆંખ કરી છે. હાલ દ્રારકાના ડેપ્યુટી કલેક્ટરને ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા ACB એ રંગેહાથ ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે, ડેપ્યુટી કલેક્ટર દ્વારા ફરિયાદી પાસેથી 3 લાખ રૂપિયાની લાંચની માંગણી કરતા ફરિયાદીએ સમગ્ર બાબતની જાણ ACB ને કરતા છટકું ગોઢવી આરોપીને રૃપિયા લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.
પાક રક્ષણ હથિયાર પરવાનો આપવા માગી હતી લાંચ
ACB ને ફરિયાદીએ ફરિયાદ કરી હતી કે, દેવભૂમિ દ્વારકામાં રહેતા ફરિયાદીને પોતા રક્ષણ માટે હથિયાર મેળવવા અરજી કરી હતી. જે અરજીના મામલે કલેક્ટર નિહાર ભેટરીયાએ હથિયારના લાયસન્સની મંજૂરી આપવામાં માટે 3 લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે લાંચની રકમ નહિ આપવી હોવાથી તેણે ACB ને જાણ કરતા છટકું ગોઠવી 3 લાખ રૂપિયા લઈને ઓફિસ પાસે બોલાવ્યા હતાં. જ્યાં પહેલાથી જ ACBની ટીમ વોચમાં હતી અને ફરિયાદીએ ડેપ્યુટી કલેક્ટરને જેવા 3 લાખ રૂપિયા આપ્યા તેવામાં ACB ની ટીમે નિહારને પૈસા લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. હાલ ACB એ આરોપી નિહારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કલેક્ટર દ્વારા કેટલા રૂપિયાની લાંચ લેવામાં આવી છે, પૂછપરછ બાદ વધુ ખુલાસા
હાલમાં ACB દ્વારા આવા લંચિયા અધિકારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે, ત્યારે વધુ બે લાંચિયા અધિકારી પણ ઝડપાયા છે. હવે જોવું રહ્યું કે અત્યાર સુધી કલેક્ટર દ્વારા કેટલા રૂપિયાની લાંચ લેવામાં આવી છે તેની પૂછપરછ બાદ વધુ ખુલાસા થઈ શકે તેમ છે.