અમદાવાદ: GLS કોલેજની બહાર ABVP (ABVP raging at GSL )દ્વારા NSUIમાં જોડાનારા વિદ્યાર્થીને ખેસ પહેરાવીને જય શ્રી રામના નારા (Jai Shri Ram slogans) લગાવડાવી રેગિંગ કરાઈ હોવાનો આક્ષેપ કરાયો હતો. આ મામલે અરજી છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેથી આજે જીગ્નેશ મેવાણી કાર્યકરો સાથે પોલીસ સ્ટેશન જઈને DCPને મળવા પહોંચ્યા હતા. આ સાથે જ જે વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના બની તે વિદ્યાર્થી અને તેના પરિવારને સાથે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ સ્ટેશનની બહાર દલિત વિરોધ BJP સરકાર, દલિત વિરોધી DCP અને PIના નારા લાગ્યા હતા.
જીગ્નેશ મેવાણીનો સરકાર પર આક્ષેપ
આ મામલે જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, પીડિત પરિવારને સાથે લઈને અમે DCPને મળવા ગયા હતા. કોલેજ બહાર રેગિંગ થયું છે તે સ્પષ્ટ વિડીયો (Video of raging at gsl)માં દેખાય છે અને દલિત વિદ્યાર્થીને જાતિ વિષયક શબ્દો પણ બોલવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે વિદ્યાર્થી પોલીસ ફરિયાદ કરવા આવ્યો ત્યારે નવરંગપુરા પોલીસે તેની ફરિયાદ લેવાની જગ્યાએ તેની સામે ખોટી ફરિયાદ કરી છે. અત્યારે પણ DCPએ કોલેજ જઈને તપાસ કરીને રિપોર્ટ લઈને કાર્યવાહી કરવા જણાવ્યું છે. કમલમ અને 8 પાસ ગ્રુહપ્રધાનના ઈશારે પોલીસ ફરિયાદ લેતી નથી. ફરિયાદ નહીં લેવાય તો આવતીકાલે 11 વાગે પોલીસ કમિશ્નરને તેમના ઘરે કે ઓફીસે સરપ્રાઈઝ આપીને રજુઆત કરવા જઈશું.
ABVP ઝિંદાબાદના નારા લગાવડાવ્યા
કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીનું રેગિંગ ભોગ બનનાર તક્ષત રાજવંશી નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, હું કોલેજ કેમ્પસ જવા નીકળ્યો હતો, ત્યારે GLSના ડિઝાઇનિંગ ગેટ પાસે 20-25 ABVPના કાર્યકરો ઉભા હતા, સવારથી જ NSUIના કાર્યકરોને હેરાન કરવાના ઉદ્દેશથી ગેટ પાસે ઉભા હતા. હું ત્યાંથી પસાર થયો ત્યારે તે લોકો મને તેમની પાસે લઈ જઈને જોર જબરજસ્તી કરવા લાગ્યા હતા અને કહેવા લાગ્યા કે તે કેમ NSUI જોઈન કર્યું, NSUI છોડી દે તેવી ધમકી આપવા લાગ્યા અને તેમનો ખેસ પહેરાવીને જય શ્રી રામ અને ABVP ઝિંદાબાદના નારા લગાવડાવ્યા હતા. NSUI નહીં છોડે તો કોલેજ આવતા મારીશ તેવી ધમકી આપી હતી. મેં પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે પણ ફરિયાદ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને કોલેજે પણ કોઈ કાર્યવાહી કરી નથી.
આ પણ વાંચો: Major Dhyan Chand Sports University: PM એ શિલાન્યાસ કર્યો, કહ્યું સરકારે ખેલાડીઓને 4 હથિયાર આપ્યા
આ પણ વાંચો: Rajkot Vaccination Drive: બાળકો ભણાવા હોય તો પહેલા પોતે વેક્સિન મુકાવો...