અમદાવાદ: પાકની દૃષ્ટિએ વિશ્લેષણ કરીએ તો છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ થયેલા વાવેતરની તુલનાએ આ વર્ષે ધાન્ય પાકનું 87 ટકા, કઠોળ પાકનું 86 ટકા અને તેલીબીયા પાકનું 109 ટકા વાવેતર થયું છે. ધાન્ય પાકોમાં ડાંગરનું 85 ટકા, બાજરીનું 112 ટકા, જુવારનું 57 ટકા અને મકાઈનું 91 ટકા વાવેતર થયું છે. જ્યારે કઠોળ પાકમાં તુવેરનું 88 ટકા, મગનું 93 ટકા, મઠનું 78 ટકા અને અડદનું 81 ટકા વિસ્તારમાં વાવેતર થયું છે.
રાજ્યમાં તેલીબીયાના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. આ વર્ષે મગફળીનું 133 ટકા, તલનું 134 ટકા, દિવેલાનું 44 ટકા અને સોયાબીનનું 121 ટકા વાવેતર થયું છે.
ભારત સરકારનું કઠોળ પાકોનું વાવેતર વધારવાનું આયોજન સફળ થઈ રહ્યું છે. રાજ્યમાં અન્ય પાકનું પણ પ્રમાણમાં સારું વાવેતર થયું છે. નોર્મલ વાવેતર વિસ્તારની સરખામણીએ કપાસનું 84 ટકા, શાકભાજીનું 89 ટકા અને ઘાસચારાનું 86 ટકા વાવેતર થયું છે.