અમદાવાદ -સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં આપના કોર્પોરેટર પર પોલીસ દ્વારા કરવામાં આવેલ દમનગીરી અને અભદ્ર વ્યવહારને લઈ રાજ્યવ્યાપી વિરોધમાં વડોદરા સુરત અને અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ ઘટનાને વખોડીને વિરોધ પ્રદર્શન (AAP versus BJP)નોંધાવ્યો હતો. ભાજપના નેતાઓના ઇશારે સુરતમાં દમનના આરોપ સાથે અમદાવાદમાં (AAP leaders and workers protest at Ahmedabad city BJP office)આમ આદમી પાર્ટીના નેતાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમદાવાદ શહેર ભાજપ કાર્યાલયની નજીકમાં કરવામાં આવેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન અમદાવાદ શહેર પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી હતી.
ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન - આપના કાર્યકરો વિરોધ (AAP versus BJP)કરવા પહોંચે તે પહેલા જ પોલીસે કાર્યાલયની બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અમદાવાદ શહેર પોલીસે ભાજપ શહેર કાર્યાલય સુધી પહોંચવાના તમામ રસ્તાઓ બ્લોક કરી બેરીકેટ લગાવી દીધા હતાં. ઉલ્લેખનીય છે કે ભાજપ કાર્યાલય પાસે અનેક ખાનગી એકમો આવેલા છે. તેઓના કર્મચારીઓને પણ એકમો સુધી પહોંચવા માટે થઈને તમામ લોકોના આધાર પુરાવા પણ તપાસવામાં આવતાં હતાં. તો બીજી તરફ ખાનપુર દરવાજાથી લઈ કાર્યાલય તરફ જવાના માર્ગ પર એક ગર્ભવતી મહિલા કાર્યાલયની પાસે દવાખાને બતાવવા જવું છે તેવું જણાવ્યું તેમ છતાં પોલીસ દ્વારા તેઓને પ્રવેશ (AAP leaders and workers protest at Ahmedabad city BJP office)આપવામાં આવ્યો ન હતો.
આ પણ વાંચોઃ Political Clash in Surat : જૂઓ બે પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારી
સુરતમાં શું બન્યું હતું - સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિવિધપક્ષે મૂકેલી દરખાસ્ત પર ચર્ચા કરવાને બદલે હોબાળો થતાં સામાન્ય સભા આટોપી લેવાતા વિરોધ પક્ષના કોર્પોરેટરોએ સામાન્ય સભા ખંડમાં જ રહ્યા હતાં અને દિવસ દરમિયાન પણ તેઓ સભા ખંડમાં જ રહી વિતાવ્યો હતો. પાલિકાએ લાઈટ અને પંખા બંધ કરી દેવાના આક્ષેપ સાથે વિપક્ષી કોર્પોરેટરોએ ભારે હોબાળો કર્યો હતો. ત્યાર બાદ પોલીસની મદદથી કોર્પોરેટરોની પાલિકા કચેરી (AAP versus BJP)બહાર કાઢવામાં આવ્યા હતાં. ત્યાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો અને આપના કોર્પોરેટરોએ પોલીસ દ્વારા કોર્પોરેટરનું ગળું દબાવવા ઉપરાંત મહિલા કોર્પોરેટરના (Political Clash in Surat)કપડાં ફાડી નાખ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચોઃ સુરતમાં AAP-પોલીસ વચ્ચે ઘર્ષણ, મનપાના માર્શલે આ રીતે મચાવ્યો આતંક....
કડકમાં કડક કાર્યવાહીની માગ -આપ મહિલા આગેવાન ગૌરી દેસાઈએ જણાવ્યું કે જ્યાં સુધી આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટરના જે પોલીસકર્મીએ કપડાં ફાડ્યાં છે તેને સેન્ટ્રલ જેલમાં મૂકવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન (AAP versus BJP)યથાવત્ રહેશે. ભાજપના પ્રમુખ સી.આર.પાટીલને (AAP leaders and workers protest at Ahmedabad city BJP office) વિનંતી કરીએ છીએ કે જે પોલીસકર્મી દ્વારા દમનગીરી અને અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ.