ETV Bharat / city

જૂના સચિવાલયમાં લાગેલી આગ ભાજપે જાણી જોઈને લગાવી: AAPના મહામંત્રી - ગ્રામ્ય વિકાસ કમિશનરની ઓફિસ

ગાંધીનગરના જૂના સચિવાલયમાં બ્લોક નંબર 16માં બીજે માળે આગ લાગી હતી. જેને લઈને આગને કાબુ કરવા માટે ચાર કલાક લાગી હતી. આ આગને કારણે સરકારી ફાઈલો અને મહત્વપૂર્ણ દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા. આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા (AAP general minister ) ભાજપ સરકાર પર આક્ષેપ (Gandhinagar old secretariat fire set by BJP) કરવામાં આવ્યા છે કે, આ આગ જાણી જોઈને લગાડવામાં આવી છે.

જૂના સચિવાલયમાં લાગેલી આગ ભાજપે જાણી જોઈને લગાવી: AAPના મહામંત્રી

author img

By

Published : Oct 15, 2022, 6:54 PM IST

અમદાવાદ ગઈકાલે ગાંધીનગરના જૂના સચિવાલયમાં બ્લોક નંબર 16માં બીજે માળે આગ લાગી (Fire in old secretariat of Gandhinagar ) હતી. જોકે આગને કાબુ કરવા માટે ચાર કલાક જેટલો સમય લાગ્યો હતો. મોટા પ્રમાણમાં આગની અંદર સરકારી ફાઈલો અને મહત્વપૂર્ણ દસ્તાવેજો બળીને ખાખ (Burn government files and important documents) થઈ ગયા હતા. સચિવાલયમાં જે આગ લાગી હતી તેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે, જાણી જોઈને આ આગ લગાડવામાં આવી છે.

સચિવાલયમાં જે આગ લાગી હતી તેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે, જાણી જોઈને આ આગ લગાડવામાં આવી છે.

જાણી જોઈને આ આગ લગાડવામાં આવી આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠીયા એ જણાવ્યું હતું કે, કાલે સચિવાલય માં અગેલી આગ પ્રથમ દૃષ્ટિએ જોતા એવું લાગતું હતું કે આ કોઈ કુદરતી ઘટના હશે, પરંતુ સચિવાલયમાં કામ કરતાં અને RTIના એક્ટિવ લિસ્ટ પાસેથી (Active list of RTI working in Secretariat) માહિતી મળી હતી. આ ઘટના કોઈ સામાન્ય નથી પરંતુ જાણી જોઈને આ આગ લગાડવામાં આવી હતી.

રૂરલ ડેવલપમેન્ટની ફાઈલો જે જગ્યાએ આગ લાગી હતી, ત્યાં ગ્રામ્ય વિકાસ કમિશનરની ઓફિસ (Rural Development Commissioner Office ) હતી. તેમાં મોટા પ્રમાણમાં રૂરલ ડેવલપમેન્ટની ફાઈલો હતી. આ ઓફિસમાં RTIના જણાવ્યા મુજબ ગુજરાતના ગ્રામીણ વિકાસના જમીન પર કોઈ કામ થયા નથી, પરંતુ સરકારી ફાઈલોમાં એ કામ પૂર્ણ થયેલા બતાવી રહ્યા છે. પેપર પર થયેલા કામોની ફાઈલો આ વિભાગમાં હતી. આનો મતલબ એ સીધો છે કે, ગામડાના વિકાસના નામે કરોડો રૂપિયા ભાજપ ચાવ કરી ગઈ છે. ભ્રષ્ટાચાર કરી રહી છે એ તમામ વિગતો બહાર ન આવે એ માટે આ ફાઇલો સળગાવી દેવામાં આવી છે.

અઢી લાખ કરોડ જેટલું બજેટના પૈસા ક્યા જાય છે? મનોજ સોરઠીયા એ વધુમાં જણાવ્યું હતું કે, ગામડાઓમાં દૂર દૂર સુધી વિકાસ દેખાતો નથી. અઢી લાખ કરોડ જેટલું બજેટ વારંવાર વપરાય છે. આ પૈસા ક્યાં જાય છે? આ સમગ્ર વિશે માહિતી સાથે જે વિભાગની અંદર ફાઈલો હતી. તે ફાઈલોને જબરદસ્તીથી જાણી જોઈને સળગાવવામાં આવી છે. જે પણ સરકારી દસ્તાવેજો અને ફાઇલો સળગાવવાની કોશિશ થઈ છે. એ સાબિત કરે છે કે ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર આખું જે ષડયંત્ર છે, એ ષડયંત્ર પાછળ તમામ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓ છે.

ભાજપનાપોતાના કરેલા કામોનો કોઈ જ હિસાબ નથી આજે ઘટના લોકો સમક્ષ આવી છે એને સરકાર છુપાવાની કોશિશ કરી રહી છે. મારી ભારતીય જનતા પાર્ટી અને CR પાટીલને ચેતવણી છે કે, આજે ફાઈલોની હકીકત છે. તે તમે જનતા સમક્ષ લાવો અને જનતાને જણાવો કે એ કઈ ફાઈલો હતી જે સળગી છે અને જો સળગી છે તો એ સળગવા પાછળ તમારી કેટલી જવાબદારી છે. જે માહિતી સાચવવાની તમારી જવાબદારી હતી. એમાં તમે નિષ્ફળ કઈ રીતે થઈ ગયા. અમે નિશ્ચિતપણે માનીએ છીએ કે, ગુજરાતના 27 વર્ષોમાં ભાજપ પાસે પોતાના કરેલા કામોનો કોઈ જ હિસાબ નથી તેથી આવી રીતે મહત્વપૂર્ણ દસ્તાવેજો ને સળગાવીને ભીનું સંકેલવાની કોશિશ ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.