ETV Bharat / city

રીક્ષા, રાજનીતિ અને રકજક, આપના દિલ્હી મોડેલનો ગુજરાતમાં પ્રયોગ યોગ્ય ?

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે (Arvind Kejriwal Gujarat Visits) આવીને વિવિધ ગેરંટી અને સંવાદ કાર્યક્રમ કરે છે. આજે સોમવારે પણ અમદાવાદ વૈષ્ણોદેવી ખાતે ટાઉનહોલ ખાતે રીક્ષા ચાલકો સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અરવિંદ કેજરીવાલે રીક્ષા ચાલકોને પોતાના તરફ આકર્ષવા માટે નિર્ણય પણ કર્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી મોડલનું ગુજરાતમાં પણ અમલીકરણ કરવા જઈ રહી (AAP Delhi model Followed in Gujarat) છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને રાજકીય વિશ્લેષકોનું આ બાબતે શું માનવું છે તે જાણીશું... Auto Rickshaw Politics

આપના દિલ્હી મોડેલનો ગુજરાતમાં પ્રયોગ યોગ્ય

author img

By

Published : Sep 12, 2022, 10:52 PM IST

Updated : Sep 13, 2022, 10:09 AM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) 2 મહિના જેટલો સમય બાકી છે, ત્યારે રાજકીય પાર્ટી દ્વારા મતદાતાને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો (Arvind Kejriwal Gujarat Visits) છે. ભાજપ સરકાર ડબલ એન્જિન સરકારનો વિકાસ, કોંગ્રેસની ખેડૂતોને દેવા માફી અને વીજળી ફ્રી, ત્યારે આમ આદમી પાર્ટી દરેક મુદ્દા સાથે લોકો વચ્ચે જવાનો પ્રયત્ન કરી રહી છે. આજ સોમવારે રીક્ષા ચાલકો પડતી સમસ્યા લઈને સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રીક્ષા ચાલકોના હિતમાં નિર્ણય લઈ પોતાની તરફ આકર્ષવા પ્રયત્ન કર્યો (AAP Delhi model Followed in Gujarat) હતો. ત્યારે રાજકીય માહોલ વચ્ચે વાતોનું મોજૂ ઉઠી રહ્યું છે કે, શું આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબ બાદ ફરી રીક્ષા ચાલકોને સાથે રાખીને દિલ્હી મોડલનું પુનરાવર્તિત કરી રહી છે ? Auto Rickshaw Politics

રીક્ષા ચાલક એકતા યુનિયન પ્રમુખ વિજય મકવાણા
રીક્ષા ચાલકોના પ્રશ્નોને વાચા : રીક્ષા ચાલક એકતા યુનિયન પ્રમુખ વિજય મકવાણા (Rickshaw Drivers Unity Unio) ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદના રીક્ષા ચાલક છેલ્લા ઘણા સમયથી પરેશાન છે. રિવરફ્રન્ટ, CNGના ભાવમાં વધારો, પોલીસ હેરાનગતિ હોય કે પછી કલમ 188 હોય. અનેકવાર કલેકટર, વાહનવ્યવહાર કમિશનરથી લઈ મુખ્યપ્રધાન સુધી આવેદન આપવામાં આવ્યું હતું. આ મુદ્દે અનેકવાર હડતાળ પાડવામાં આવી હતી, તેમ છતાં સરકાર દ્વારા રીક્ષા ચાલકોના પ્રશ્ન સાંભળવા તૈયાર નહોતા. Kejriwal interaction with rickshaw Driverદિલ્હી, પંજાબમાં જે કામ થયા તે ગુજરાતમાં થાય તે જરૂરી : રીક્ષા ચાલક એકતા યુનિયન પ્રમુખે જણાવ્યું હતું કે, ગુજરાતના 15 લાખ રીક્ષા ચાલક, જેમાં અમદાવાદ 2 લાખ, વડોદરાના 50 હજાર જેટલા રીક્ષા ચાલકો ઇચ્છે છે કે, જે કામો દિલ્હી અને પંજાબમાં થયા છે, તેવા જ કામો ગુજરાતમાં પણ થાય. આ વખતે રીક્ષા ચાલકો આમ આદમી પાર્ટીનો પ્રચાર કરશે. આ સાથે રીક્ષા હુડ અને સ્ટીકર લગાવીને પણ આમ આદમી પાર્ટીનો પ્રચાર કરશે, અન્ય લોકોને પણ અપીલ કરશે કે, આ વખતે આમ આદમી સરકાર બનાવવા મદદ કરવાની છે.ૉ
રીક્ષા, રાજનીતિ અને રકજક, આપના દિલ્હી મોડેલનો ગુજરાતમાં પ્રયોગ યોગ્ય ?

કોંગ્રેસ હંમેશા રીક્ષા ચાલકોના હક માટે લડ્યું : કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં રીક્ષા ચાલકો ઉપર જેટલા પણ અત્યાચાર કરવામાં આવ્યા છે. તેના હક માટે હંમેશા કોંગ્રેસ જ લડ્યું છે. CNGના ભાવ વધારા સામે પણ કોંગ્રેસે લડાઈ કરી હતી, પરંતુ ભાજપ સરકારે બધું તેમના ઉદ્યોગપતિ મિત્રોને આપી દીધું છે. કોંગ્રેસ હંમેશા નાના માણસ સારી રીતે જીવન જીવી શકે તે માટે લડે છે. કોંગ્રેસે જે પણ વાયદા આપ્યા છે, તે જનતાના ફાયદા માટે આપ્યા છે. પરંતુ આમ આદમી પાર્ટી માત્ર વાયદા જ આપે છે, તે પૂર્ણ કરી શકતી નથી. કોંગ્રેસે હંમેશા જનતાના હકની લડાઈ લડી છે. Congress On BJP Politics

ગેરંટી આપે છે પણ પૂર્ણ થાય તે પણ જરૂરી : રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે ETV BHART સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે અરવિંદ કેજરીવાલની આ મુલાકાત દરમિયાન જે વચન આપે છે. તેને હવે ગેરંટી નહિ પણ આમ આદમી પાર્ટીની પદ્ધતિ પ્રમાણે ચૂંટણીને લગતો ઢંઢેરો કહી શકાય છે. આમ આદમી પાર્ટીની વાત સીધી સામાન્ય જનતાને સ્પર્શે તેમ છે. આમ આદમી પાર્ટીએ રીક્ષા ચાલક, ટ્રક ચાલક, પોલીસ વિભાગ સાથેના નિયમો સાથે ફેરફાર કરવાની વાત કરી છે. દિલ્હીમાં પણ શરૂઆતમાં પ્રચાર માટે રીક્ષા પાછળ થયો હતો. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી તે પદ્ધતિ અપનાવી રહી છે. આમ આદમી પાર્ટી વચનો દરેક સમાજ, યુવાનોને લઈ આપવામાં આવ્યા છે, પરંતુ અમલ થાય તે જરૂરી છે.

પોલીસે કેજરીવાલને રોક્યા
આમ આદમી પાર્ટી ખોટા વચનો આપી રહી છે : ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અમલ વ્યાસે ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીની સરકાર બનવાની નથી એટલે આવા ખોટા વચનો આપી રહ્યા છે. ઘણા બધા તેમના રેકોર્ડ છે જે હજુ સુધી વચન આપ્યા બાદ પણ પુરા કરવામાં આવ્યા નથી. ભાજપ સરકારે RTOના તમામ કામ ઓનલાઈન કરી મૂક્યા છે. જે પોતાના ઘરે બેઠા પણ કરી શકે છે. ખેડૂતોની સન્માન રાશિ પણ સીધા તેમના બેંકના એકાઉન્ટમાં જમા થઈ રહી છે. આમ આમ આદમી પાર્ટી લોકો વચ્ચે આવવા માટે ખોટા વચનો આપી રહી છે, જ્યારે ભાજપ જે કહે છે તેનાથી પણ વધારે કામ કરે છે. હાલમાં જ અમદાવાદ કોર્પોરેશન દ્વારા ટેક્સ પણ ઘર બેઠા ઓનલાઈન કરીને કરોડો રૂપિયાનો લાભ જનતાને આપ્યો છે. ભાજપ હંમેશા લોકોને મુશ્કેલી દૂર થાય તે માટે રાત દિવસ કામ કરે છે, તે ગુજરાત રાજ્યની જનતા પણ જાણે છે. AAP On BJP Government ભાજપ અને કોંગ્રેસ કરતા કાર્યકર્તાની સંખ્યા ખૂબ ઓછી : વરિષ્ઠ પત્રકાર હરેશ ઝાલાએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી સારી રીતે જાણે છે, કે ગુજરાત ભાજપ અને કૉંગ્રેસ કરતા તેમની પાસે કાર્યકર્તા સંખ્યા ઓછી છે. હવે પ્રચાર કરવો હોય તો તમારે તમારી પાંખ વધારવી પડે, જે તેમની પાસે સમય નથી. જેના લીધે વિવિધ સમાજ અને અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને આમ આદમી પાર્ટીના પ્રચારક તરીકે જોડવા માંગે છે. BJP On AAP Gujaratદિલ્હીની યોજના ગુજરાતમાં અમલ કરવી અશક્ય : હરેશ ઝાલાએ કહ્યું કે, જ્યાં સુધી રીક્ષા ચાલકોની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અંદાજિત 4 જેટલા રીક્ષા ઓટો એસોશિએશન છે. આ તમામ ઓટો એસોસિએશનમાં તમામ લોકો સંકળાયેલા નથી. દિલ્હીમાં જે કર્મચારી ઘરે આવીને સરકારી કામ કરી જાય છે, તે ગુજરાતમાં શક્ય નથી, કારણે કે દિલ્હીમાં 2 કરોડની વસ્તી છે, જ્યારે ગુજરાતમાં 6 કરોડ 50 લાખની વસ્તી છે. જેમાં 8 મહાનગરપાલિકા અને 33 જિલ્લા છે, જયારે દિલ્હી એક કેન્દ્ર શાસિત પ્રદેશની સાથે સાથે 1 મહાનગરપાલિકા છે. જેના કારણે એક શહેરમાં અમલ કરવું શક્ય છે, પરંતુ ગુજરાતમાં શક્ય નથી, કારણે કે કચ્છ એક જિલ્લો આખા હરિયાણા રાજ્યના કરતા પણ મોટો છે.ચૂંટણીમાં આપને મોટો ફાયદો : અત્યારે રાજ્યમાં આમ આદમી પાર્ટીની એક હવા બની છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં કંઈક બનાવ્યું છે. હકીકતમાં દિલ્હી એક મોટી મહાનગરપાલિકા જેટલી સત્તા છે. દિલ્હી સરકાર પાસે માત્ર આરોગ્ય અને શિક્ષણ બે વિભાગ એમની પાસે છે. જ્યારે ગુજરાત પાસે 29 વિભાગ છે, એટલે જે પ્રમાણે દિલ્હીમાં ચલાવવું સરળ છે. તેટલું ગુજરાતમાં સરળ નથી પણ જે ગેરંટી આપવામાં આવી રહી છે. જેના થકી આવનાર ચૂંટણી થોડો ઘણો ફાયદો ચોક્કસ થશે.

પોલીસે કેજરીવાલને રોક્યા : અરવિંદ કેજરીવાલ જ્યારે રીક્ષા ચાલક વિક્રમ દંતાણીના ઘરે જમવા માટે હોટલથી નીકળ્યા ત્યા પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા. આ બાદ અરવિંદ કેજરીવાલે ભજપ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, ગુજરાતની જનતા એટલે જ દુઃખી છે, કેમ કે ભાજપના નેતાઓ જનતાની વચ્ચે નથી જતા અને અમે જનતાની વચ્ચે જઈએ છે તો તમે રોકો છો, પ્રોટોકોલ તો એક બહાનું છે... હકીકતમાં કેજરીવાલને સામાન્ય જનતાની વચ્ચે જતા રોકવાનું છે.

Last Updated : Sep 13, 2022, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.