ETV Bharat / city

આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદમાં ચૂંટણીલક્ષી ગેરંટી કાર્ડની થઇ જાહેરાત - Ahmedabad corporation elections

આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી ઢંઢેરામાં ગેરંટી કાર્ડ બહાર પાડવામાં આવ્યું હતું. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટી દિલ્હીના ધારાસભ્ય અને અમદાવાદના પ્રભારી શિવકુમાર ઉપાધ્યાય અને ઝોન સંગઠનમંત્રી હસમુખ પટેલ અને સંગઠન પ્રભારી હરેશ કોઠારીએ સંબોધન કર્યુ હતું.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Feb 11, 2021, 5:14 PM IST

  • દિલ્હી મોડલ પર કરશે કામ
  • મફત શિક્ષણ, મફત દવા અને બીજા ઘણા વાયદાઓ આ ગેરંટીમાં સામેલ
  • આગામી દિવસોમાં દિલ્હીના નેતાઓ કરશે આમ આદમી પાર્ટીનો અમદાવાદમાં પ્રચાર
    અમદાવાદ
  • અમદાવાદ: આમ આદમીના અમદાવાદ ઝોનના પ્રભારી શિવકુમાર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે અમારી સરકાર હવે દિલ્હીના મોડલ પર ગુજરાતમાં કામ કરશે જે અંતર્ગત તેઓ દરેક કાર્ય સફળ રીતે પાર પાડશે, આ ઉપરાંત તેમણે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

નીચે મુજબના મુદ્દાઓ અંગે પત્રકાર પરિષદમાં થઇ રજૂઆત:

  • દિલ્હી મોડેલ જેવું આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ સહુ માટે
  • હાલમાં કોર્પોરેશન હસ્તકની તમામ સરકારી શાળાનું નવીનીકરણ કરીશું અને અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશું.
  • દરેક વોર્ડમાં જનસંખ્યા પ્રમાણે અને જરૂરિયાત પ્રમાણે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, મરાઠી, માધ્યમની શાળાઓ ચાલુ કરીશું.
  • દરેક માધ્યમના શિક્ષકને મહત્તમ શૈક્ષણિક લાયકાત બાદ નિયુક્તિ અને આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ આપીશું.
  • કોર્પોરેશન હસ્તકની તમામ શાળાઓમાં ભણતા દરેક બાળકને ભેદભાવ વગર પૌષ્ટિક અને પોષણયુક્ત મધ્યાહન ભોજન આપીશું. ખાનગી શાળા માટે પણ એની રજૂઆત કરીશું.
  • દરેક વોર્ડમાં મહિલા સશક્તિકરણ અને સહાય હેતુથી કાયદાકીય સહાય કેન્દ્ર ઉભું કરીશું, જેમાં સામાજિક, પારિવારિક, શારીરિક, માનસિક અને બીજી કોઇપણ રીતે પીડિત અથવા સતામણીનો શિકાર બનેલી મહિલાઓને મફત કાયદાકીય માર્ગદર્શન અને સહાયતા પૂરી પાડીશું.
  • મહિલા આયોગને વધુ સત્તા અપાવી પોલીસ વિભાગમાં મહિલા સંચાલિત અલગ ટીમ તૈયાર કરાવીશું. દરેક વોર્ડમાં મહિલાઓ માટે સ્પોર્ટ્સ અને સ્વબચાવ માટેની તાલીમના સંકુલ ઉભા કરીશું.
  • દરેક વોર્ડમાં રમતગમતના મેદાનો, અધતન પુસ્તકાલય, બાળકો માટેના ક્લબ હાઉસ વિગેરે જેવી અદ્યતન સગવડ પૂરી પાડીશું.
  • મોટાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે દરેક વોર્ડમાં બાગ-બગીચા, યોગા, સાયકલિંગ ટ્રેક વગેરે જેવી સગવડો પૂરી પાડીશું.
  • દરેક ઝોનમાં સ્પોર્ટસ કોમ્લેક્ષ બનાવીશું. મહિલાઓ માટે અલગ સ્પોર્ટસ સંકુલ બનાવીશું.
  • સાંસ્કૃતિક, સામાજિક કાર્યો માટે કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલના ચાર્જમાં ઘટાડો કરીશું.
  • અગ્નિશામક દળનું વિસ્તરણ કરીશું અને આધુનિક સાધનોથી સજજ કરીશું. દરેક વોર્ડમાં મીની ફાયર સ્ટેશન ઉભું કરીશું અને અગ્નિશામક દળના દરેક જવાનને આંતરરાષ્ટ્રીય કક્ષાની અગ્નિશામક અને સુરક્ષા તાલીમ પૂરી પાડી અને ફાયર સેફટીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવીશું.
  • આર્થિક રીતે નબળા વર્ગ માટેની આવાસ યોજનાને (EWS) ગેરવહીવટમુક્ત અને સંપૂર્ણ પારદર્શક બનાવીશું અને ખરા લાભાર્થીઓ સુધી પહોંચી શકે એવું માળખું રચીશું.
  • શહેરની અમૂલ્ય ધરોહર સમા તળાવોની દુર્દશા પર પૂરતું ધ્યાન આપીને પૂર્વ વિસ્તારના મલેક સાહેબ સ્ટેડિયમ તળાવ, દક્ષિણ ઝોનમાં મણિનગર ચંડોળા તળાવને વિકસિત કરીને સહેલાણીઓ આકર્ષાય એવું બનાવીશું.
  • ભ્રષ્ટાચાર અને ખાયકીયુકા કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા કામ પર સંપૂર્ણ રોક લગાવી અને કોન્ટ્રાક્ટ હંગામી કાર્યકરોને કાયમી ધોરણે કોર્પોરેશનમાં રોજગારી આપીશું. કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યાઓ પારદર્શિતાથી ભરીશું.
  • રખડતા ઢોર, કૂતરા અને બીજા પ્રાણીઓ મુક્ત શહેર બનાવીશું. લોકલાગણી , દુભાય નહીં એવા માનવતાપૂર્ણ અભિગમ અપનાવીને આ સમસ્યાનો યT નિકાલ ત્વરિતપણે લાવીશું. ઝોન પ્રમાણે એનીમલ - હોસ્ટેલ તૈયાર કરાવીશું.
  • રથળાંતરિત મજુરોની નોંધણી ફરજીયાત બનાવીશું અને એ મરોને રહેવાની તેમજ તેમના બાળકોને ભણવાની અને આરોગ્યની પુરતી સુવિધાઓ ઉપલબ્ધ કરીશ..
  • ઘટતા વૃક્ષોએ પ્રદૂષણનું મુખ્ય કારણ હોય, વૃક્ષારોપણ પ્રત્યે પૂરું ધ્યાન આપીશું. વૃક્ષારોપણ કાર્યક્રમને આકર્ષક બનાવીને પુરસ્કાર આધારિત કાર્યક્રમ ગોઠવીને શહેરના દરેક નાગરિકને એમના વોર્ડ વિસ્તારમાં વૃક્ષારોપણ કરવા પ્રેરિત કરીશું. હાલમાં શહેરની હદમાં વૃક્ષોની સંખ્યા ૧ નાગરિક દીઠ ૧ વૃક્ષ છે એ ૧ નાગરિક દીઠ ૫ વૃક્ષની સંખ્યા પર લઇ જવાનો પ્રાથમિક ધોરણે પ્રયત્ન કરીશું.
  • નદી-નાળાને દુષિત કરતા કેમિકલ છોડતા એકમો માટે કડકમાં કડક કાયદા ઘડીશું અને પાણીના શુદ્ધિકરણ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીશું. ખારીકટ કેનાલની ગંદકી દૂર કરી એનું નવનિર્માણ કરીને એની માવજત કરીશું.
  • વરસાદી પાણીના નિકાલ માટે ફ્લડ પાઈપલાઈન નેટવર્ક બનાવીશું. ગટરમાં કે નદી-નાળામાં વહી જતા પાણીનું ભૂગર્ભ જળસંગ્રહ કરવા
    માટેની યોજના બનાવીશું.
  • આધુનિક કચરા રિસાયકલીંગ દ્વારા કચરાને છૂટો પાડી તેમાંથી વીજળી ઉતપન્ન કરવામાં આવશે.
  • આ પ્રકારના વાયદાઓનું એક ગેરંટી કાર્ડ આજે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું અને જેનો પ્રજામાં શું પ્રતિભાવ આવે છે અને તેમનું આ દિલ્હી મોડલ ક્યાં સુધી ચૂંટણીમાં કામ કરી શકે છે તે તો આગળ સમય જ બતાવશે.
  • આગામી દિવસોમાં જે સ્ટાર પ્રચારકો ગુજરાત આવશે તે પણ થોડા દિવસોમાં જણાવવામાં આવશે અને હાલમાં આમ આદમી પાર્ટી સરકારમાં બીજા પક્ષ તરીકે પ્રજા પાસે જઈને મતની અપેક્ષા રાખી રહી છે તેમ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.