ETV Bharat / city

પ્રેમ સંબંધને લઇને બે પરિવારો વચ્ચે થયેલા ઝઘડામાં મહિલાની થઈ હત્યા - ગુજરાતના તાજા સમાચાર

અમદાવાદના વાડજમાં પ્રેમ સંબંધને લઈને બે પરિવારો વચ્ચે થયેલા ઝઘડામાં એક મહિલાની હત્યા થઇ હતી. બે પરિવારો વચ્ચે થયેલા ઝઘડામાં છોડાવવા પડેલી મહિલાની હત્યા થઇ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે અને અન્ય ત્રણ આરોપી ફરાર છે.

પ્રેમ સંબંધને લઇને બે પરિવારો વચ્ચે થયેલા ઝઘડામાં મહિલાની થઈ હત્યા

author img

By

Published : May 29, 2021, 5:20 PM IST

  • પ્રેમ સંબંધની બબાલમાં મહિલાની હત્યા
  • મહિલાને માર મારતા થયું હતું મોત
  • બે પરિવારના ઝઘડામાં છોડાવવા જતાં મહિલાની થઇ હત્યા
  • પોલીસે એક આરોપીની ધરપકડ કરી અને અન્ય ત્રણ આરોપી ફરાર

અમદાવાદઃ વાડજમાં પ્રેમ સંબંધને લઈને થયેલા ઝઘડામાં એક મહિલાની હત્યા કરવામાં આવી હતી. જેમાં પ્રેમીપંખીડાના સંબંધની જાણ પરિવારને થતાં બન્ને પરિવારો ઝઘડ્યા હતા. જ્યારે છોડાવવા જતા મહિલાનું મોત નિપજયું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે અને અન્ય ત્રણ આરોપી ફરાર છે.

પ્રેમ સંબંધને લઇને બે પરિવારો વચ્ચે થયેલા ઝઘડામાં મહિલાની થઈ હત્યા

આ પણ વાંચોઃ પાલનપુરની એડીશનલ સેસન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો : યુવકની હત્યામાં 14 આરોપીને આજીવન કેદ

જ્યારે આરોપી પ્રથમ સોલંકી એક મહિલાને માર મારીને હત્યા કરી હતી કારણ કે તેના ભાઇનું એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. વાડજમાં રહેતા ગૌરીબેન દંતાણીના ભાણીયા ચિરાગ ઉર્ફે આકાશનો ઝઘડો ચાલતો હતો તે દરમિયાન ચિરાગને પડોશમાં રહેતા હસમુખભાઇ સોલંકી, પ્રીતમ સોલંકી, પૂનમ સોલંકી અને ચેતન સોલંકી મારી રહ્યા હતા. આ દરમિયાન ભાણિયાને માર ખાતા જોતા ગૌરીબેન તેમને છોડાવવા વચ્ચે પડ્યા ત્યારે અશોક સોલંકી ગૌરીબેનને લાત મારતા તેઓ નીચે પટકાયા હતા અને તેમને તેમના મોઢાના ભાગે ફેંટો મારી હતી. જેથી ગંભીર ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જતા તેમનું મોત નીપજયું હતું પોલીસે હત્યા કેસમાં પ્રથમ સોલંકીની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ હળવદના રણમલપુરમાં હત્યા કરનાર આરોપી ઝડપાયો

મહિલાની હત્યા કેસમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં ઝઘડાનું કારણ પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું હતું. આરોપીના ભાઈ કમલેશ ટકુંનો ગૌરીબેનની ભાણી અંજલી સાથે પ્રેમસંબંધ હતો જેની જાણ બન્ને પરિવારને થઈ જતા બન્ને પરિવારો અંદરોઅંદર બાખડયા હતા. તેમા ઝગડાની જાણ વૃદ્ધ ગૌરીબેનને થતાં તેઓ છોડાવવા માટે પહોંચ્યા અને તેમની ઉપર પણ આરોપી હુમલો કરી દીધો હતો જેમાં તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે પોલીસે પ્રીતમ સોલંકીની ધરપકડ કરી છે પરંતુ હસમુખ સોલંકી, પૂનમ સોલંકી અને ચેતન સોલંકી હજુ ફરાર હોવાથી તેમની ધરપકડને લઈને તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.