અમદાવાદઃ શહેરના ગોમતીપુરની એક ચાલીમાં ૩૩ વર્ષીય પરિણીતા રહે છે. આ પરિણીતાએ સવારે નહાવા બેઠી હતી. આ પરણિતાનું ઘર જ્યાં આવેલું છે, ત્યાં સામેના ઘર અને પોતાના ઘર વચ્ચે એક જગ્યા છે. જ્યાં દોરી બાંધી આસપાસમાં કપડાં નાખી ઓરડી જેવું બાથરૂમ બનાવવામાં આવેલું છે. આ બાથરૂમમાં પરિણીતા નહાવા બેઠી ત્યારે સામે એક યુવક એના ઘરમાં ઉપરથી જોતો હતો અને મોબાઇલમાં ગડમથલ કરતો હતો. પરિણીતાને આ યુવક ફોટો અથવા વિડિયો મોબાઇલમાં લેતો હોવાની શંકા જતા તેણે નાહિને યુવકના પરિવારજનોને આ બાબતે કહ્યું હતું.
જોકે યુવકના પરિવારજનોએ તેમના દીકરાનો વાંક સ્વીકારવાની જગ્યાએ બોલા ચાલી કરી મારામારી કરી હતી. જેથી પરિણીતાએ તેના પતિને વાત કર્યા બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ગોમતીપુર પોલીસે આ મામલે ચારથી વધુ લોકોની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.