- 26 જાન્યુઆરીએ ધોરણ 10માં અભ્યાસ કરતા બે બાળકો ટ્રેનની અડફેડે ચડ્યા હતા
- પોલીસે પિતા-પુત્ર અને અન્ય એક રિક્ષાચાલક સામે નોંધ્યો ગુનો
- ખોખરા પોલીસે પિતા-પુત્રની કરી ધરપકડ
આ પણ વાંચોઃ અમદાવાદમાં 14 વર્ષનાં ટાબરીયાએ MD ડ્રગ્સ ખરીદવા NRIને લૂંટયા
અમદાવાદઃ શહેરની ખોખરા પોલીસે અક્ષય રાજપુત અને તેના પિતા મનોજ રાજપુતની ધરપકડ કરી છે. બન્ને આરોપીએ ગંભીર બેદરકારી દાખવતા એક બાળકનું મૃત્યુ થયુ હતું. જ્યારે અન્ય બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ગત તારીખ 26 જાન્યુઆરીના દિવસે મણિનગર દક્ષિણ રેલવે લાઈન પાસેથી ધોરણ 10માં અભ્યાસ કરતા બે બાળકો ટ્રેનની અડફેડે આવ્યા હતા. જેમાં તનિષ્ક નામના વિદ્યાર્થીનુ મૃત્યું થયુ હતું. તેના મિત્ર સંયમને ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવમાં બન્ને પિતા-પુત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. મનોજ રાજપુતની રિક્ષામાં વધુ બાળકો હોવાથી પોલીસ તેમને દંડ ન કરે તે માટે બાળકોને ચાલતા રેલવે ક્રોસ કરાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ હતુ. આ અંગે ખોખરા પોલીસે પિતા-પુત્ર અને અન્ય એક રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ પાટણના ઇસ્લામ્પુર ગામ નજીક અકસ્માત, 2 લોકોના મોત
ટ્યૂશન ક્લાસમાં આવવા જવા માટે પોતાના પિતાની રિક્ષા રાખવા માટે દબાણ કર્યુઃ ફરિયાદી
ગત 26 તારીખે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ માટે વિદ્યાર્થી સંયમની પૂછપરછ કરી હતા. જેમાં આ હકીકત સામે આવી હતી. ઉપરાંત ફરિયાદી સંજય સુરાણાએ ફરિયાદ નોંધાવી છે કે, ખાનગી ટ્યૂશન ક્લાસ ચલાવતા અક્ષય રાજપુતે પોતાના ટ્યૂશન ક્લાસમાં આવવા જવા માટે પોતાના પિતા મનોજભાઈની રિક્ષા રાખવા માટે દબાણ કર્યુ હતુ. જેના દર મહિને 800 રૂપિયા ભાડા પેટે ચૂકવવામાં આવતા હતા. જોકે મનોજભાઈ પોતાની રિક્ષામાં 3ની જગ્યાએ 6 બાળકો બેસાડતાં હતા અને પોલીસ રિક્ષા ડીટેઈન ના કરે કે પછી દંડ ના આપે તે માટે બાળકોને ચાલીને રેલવે લાઈન ક્રોસ કરવા માટે મજબુર કરતા હતા. ખોખરા પોલીસે બેદરકારીની કલમો નોંધી પિતા-પુત્રની ધરપકડ કરી છે. જોકે અન્ય એક રિક્ષાચાલક સોની કાકાનુ નામ સામે આવ્યુ છે. જેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.