ETV Bharat / city

AMCની સ્ટેન્ડિંગ કમિટીની વર્ચ્યુઅલ મીટિંગ, શહેરમાં વિકાસના 2,957 કરોડના કામ ફરી શરૂ - A virtual meeting of the AMC's standing committee

આજે ગુરુવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની વર્ચ્યુઅલ વીડિયો કોન્ફરન્સ મીટિંગ મળી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન અમુલ ભટ્ટ, મેયર બિજલ પટેલ સહિતના અધિકારીઓએ હાજરી આપી હતી.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Jul 2, 2020, 7:27 PM IST

અમદાવાદ: આજે ગુરુવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની વર્ચ્યુઅલ વીડિયો કોન્ફરન્સ મીટિંગ મળી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન અમુલ ભટ્ટ, મેયર બિજલ પટેલ સહિતના અધિકારીઓએ હાજરી આપી હતી. ઉસ્માનપુરા ઓફિસ ખાતે વર્ચ્યુઅલ વીડિયો કોન્ફરન્સથી મળેલી મિટીંગમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બંધ થયેલા કામો તબક્કાવાર ચાલુ થઈ રહ્યા છે તેમ જણાવવામાં આવ્યુંં હતું.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટના જણાવ્યા અનુસાર વોટર પ્રોજેક્ટના 480 કરોડના 43 કામો ચાલુ થયા છે જેમાં 928 મજૂરો કામ કરી રહ્યા છે, તેમ જ હાઉસિંગ પ્રોજેક્ટના રૂપિયા 1083 કરોડના 24 કામો ચાલુ થયા છે અંદાજે ૩072 મજૂરો આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આ સાથે રોડ તેમજ બ્રિજ પ્રોજેક્ટના કામો પણ શરૂ થઈ ગયા છે. શહેરમાં આઠ બ્રીજના કામ ચાલુ છે જે પ્રોજેક્ટમાં રૂપિયા 356 કરોડના કામો છે. તેમજ 190 કરોડના ખર્ચે તૈયાર થનાર પણ મલ્ટીલેવલ પાર્કિંગના કામો પણ ચાલુ થઈ ગયા છે તેમજ રોડ પ્રોજેક્ટના 45 કરોડના કામ ચાલુ છે.

મહત્વનું છે કે લોકડાઉન દરમિયાન મજૂરોના જતા રહેવાથી આ કામો બંધ પડ્યા હતા પરંતુ હાલ એએમસીના વિવિધ પ્રોજેક્ટમાં 5500 કરતા વધારે મજૂરો કામ કરી રહ્યા છે જેમાં કુલ થઈ 2957 કરોડના વિકાસકામો હાલ કાર્યરત છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.