અમદાવાદઃ અમદાવાદના બાવળા ખાતે આ સંસ્થા આવેલ છે.ગુજરાત સરકાર સાથે 2011ની ગ્લોબલ સમિટ વખતે તેની સ્થાપનાની જાહેરાત થઈ હતી.આ સંસ્થાન ગુજરાત સરકાર સાથેનું જોઇન્ટ વેન્ચર છે.જેનું ભૂમિપૂજન 2012માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતાં ત્યારે કરવામાં આવ્યું હતું. અત્યારે આ સંસ્થા ભારતભરના અને વિશ્વના ટેકનિકલ સંશોધકો માટે પ્રેરણારૂપ બની છે. ખાસ કરીને અત્યારે કોરોનાવાયરસના સમયમાં ભારતભરના તેજસ્વી વિદ્યાર્થીઓ અહીં રહીને લોકોના જીવનને સરળ બનાવતા સંશોધનો કરે છે.આઈક્રિએટના એક સંશોધકે કોરોના વાયરસની આ મહામારીમાં ઓફીસ અને ઈંડસ્ટ્રીમાં કામ કરતા લોકો માટે અનોખું ગેજેટ બનાવ્યું છે.
શરીરના તાપમાન અને સ્વાસ્થ્યની નોંધ રાખતું અનોખું ગેજેટ, યોગ્ય સમયે બચાવશે વાયરસથી - Corona Prevention
બાવળા સ્થિત ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટ્રપ્રિન્યરશિપ એન્ડ ટેકનોલોજી દ્વારા જનઉપયોગી સંશોધનોને પ્રોત્સાહન આપવામાં આવે છે. જ્યાં વિદ્યાર્થીઓ સંશોધન કરે છે. એવા એક સંશોધકે કોરોના મહામારીમાં ઉપયોગી નીવડે એવું ગેજેટ બનાવ્યું છે જે શરીરના તાપમાન અને સ્વાસ્થ્યની નોંધ રાખે છે.