અમદાવાદ: જિલ્લાના ધોળકા તાલુકામાં કોરોનાએ બેવડી સદી પૂરી કરતાં પોઝિટિવ કેસનો આંકડો 265 નોંધાયાં છે, જે કુલ કેસના લગભગ 29 ટકા જેટલું થાય છે. દસક્રોઈ 180, બાવળામાં 94 કેસ નોંધાયા છે. 4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ નોંધાયાં હતાં. હવે મૂળ ધોળકા અને સાણંદમાં કોરોના ફેલાઈ રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 192 , ધંધૂકા 28, વિરમગામ 103, બાવળા -94 અને માંડલ તાલુકામાં 32 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં છે. જિલ્લામાં કોરોનાથી પણ 57 દર્દીઓના મોત નીપજ્યાં છે.
અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવના કુલ 922 કેસ નોંધાયાં
અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમા તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુવારે સાંજ સુધીમાં નવા 09 કેસ નોંધાતા કુલ આંકડો 922 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યાં નથી. આ સાથે જ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સૌથી વધુ કોરોના પોઝિટિવનો કુલ આંકડો 250ને પાર પહોંચ્યો છે.