અમદાવાદ : મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદકુમાર જુગનાથ ભારતના (Mauritius PM Gujarat Visit) એક સપ્તાહના પ્રવાસે આવી પહોંચ્યા છે. તેઓ મુંબઈ થી રાજકોટની મુલાકાત બાદ જામનગરથી વિમાન માર્ગે અમદાવાદ આવી પહોંચનાર છે. મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદકુમારના આગમનને લઈને ભવ્ય સંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હાંસોલ વિમાની મથકે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને મેયર કિરીટ પરમાર તેમનું સ્વાગત કરશે.
સાંસ્કૃતિક રોડ શો - તાજ ઉમેદ હોટેલ સર્કલથી શરૂ કરી ઇન્દિરા બીજ સુધીના લાંબા રૂટ પર અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને રાજ્યના રમતગમત સાંસ્કૃતિક વિભાગ દ્વારા 30 જેટલા સ્ટેજ પર વિવિધ રાજ્યની સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તે કાર્યક્રમો મોરેશિયસના વડાપ્રધાન નિહાળીને (Mauritius PM Pravind Jugnauth Road Show) ગુજરાતની કલા સંસ્કૃતિ ગરબા રાસ નિહાળશે.
આ પણ વાંચો : Mauritius PM Gujarat Visit : રાજકોટમાં મોરેશિયસના વડાપ્રધાનનો રોડ શો, ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું
વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક પેશ - મોરેશિયસના વડાપ્રધાનને સત્કારવા યોજાયેલા આ સાંસ્કૃતિક રોડ શો માટેના 30 સ્ટેજ પૈકી 14 સ્ટેજનું આયોજન અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તેમજ 16 સ્ટેજનું આયોજન રાજ્યના રમતગમત સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ સ્ટેજ પર દેશના વિવિધ રાજ્યોના કલાકારો તેમના પ્રદેશના શાસ્ત્રીય અને લોકનૃત્યો રજૂ કરશે. જેમાં સૌથી મોખરે ગુજરાતના રાસ ગરબાની મંડળીઓ ભારે રમઝટ બોલાવશે. તો તામિલનાડુના કલાકારોની (PM Pravind Jugnauth Road Show) મંડળીઓ ભરતનાટ્યમ, મણિપુર કથ્થક, કથકલી જેવા શાસ્ત્રીય નૃત્યો પેશ કરશે.
આ પણ વાંચોઃ Mauritius PM Gujarat Visit: પ્રવિંદ જુગનાથ આજે રાજકોટના પ્રવાસે, રાજકોટ આવનારા મોરેશિયસના પ્રથમ PM
ગાંધીનગરમાં રાત્રી રોકાણ - વડાપ્રધાન પ્રવિંદકુમાર પ્રથમવાર અમદાવાદની (Mauritius PM Ahmedabad Visit) આવી રહ્યા છે. જેથી આ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ મંગળવારે ગાંધીનગરની હોટેલ લીલાકેપન્સીમાં રાત્રિ રોકાણ કરશે. અને બુધવારે સવારે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે.