ETV Bharat / city

દાંડીકૂચની 92મી વર્ષગાંઠ પર કોંગ્રેસ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન, જગદીશ ઠાકોરે મોદી પર કર્યા પ્રહાર - કોચરબ આશ્રમ ખાતે કોંગ્રેસ દ્વારા પ્રાર્થના સભા

દાંડીકૂચની 92મી વર્ષગાંઠ (92nd anniversary of Dandi Yatra ) નિમિતે કોચરબ આશ્રમ ખાતે કોંગ્રેસ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું (prayer meeting By Congress) હતું. આ તકે કોંગ્રેસ પ્રમુખે વડાપ્રધાન મોદી પર પ્રહારો પણ કર્યા હતા.

દાંડીકૂચની 92મી વર્ષગાંઠ પર કોંગ્રેસ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન

author img

By

Published : Mar 13, 2022, 7:52 AM IST

અમદાવાદ : કોચરબ આશ્રમથી શરૂ થયેલી દાંડીકૂચની 92મી વર્ષગાંઠ (92nd anniversary of Dandi Yatra ) પર કોંગ્રેસ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું (prayer meeting By Congress) હતું. આ પ્રાર્થના સભામાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

દાંડીકૂચની 92મી વર્ષગાંઠ પર કોંગ્રેસ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન

આ પણ વાંંચો : Amit Shah Gujarat visit : અંગ્રેજોમાં હિંમત ન હતી કે ગાંધીજીને દાંડી યાત્રાથી પકડીને લઈ જાય : ગૃહપ્રધાન અમિત શાહ

કોંગ્રેસ દ્વારા કોચરબ આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન : 12 માર્ચ 1930ના (anniversary of Dandi Yatra રોજ મોહનદાસ ગાંધીએ અંગ્રેજો દ્વારા મીઠા પરના ટેક્સ લગાવવાના નિર્ણયના વિરોધમાં અમદાવાદના સાબરમતી આશ્રમથી મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી હતી. તે અંતર્ગત સમુદ્ર કિનારે વસેલા દાંડી ગામ સુધીની 241 માઈલ લાંબી યાત્રા કરવામાં આવી હતી. 6 એપ્રિલ 1930ના રોજ દાંડી ખાતે યાત્રા પહોંચીને ગાંધીજીના નેતૃત્વમાં હજારો લોકોએ અંગ્રેજોના મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. તેની યાદગીરી રૂપે પ્રતીકાત્મક દાંડી યાત્રા યોજવામાં આવે છે, એમાં કેટલાક લોકો દાંડી સુધીની યાત્રા કરતા હોય છે. આ દરમિયાન કોંગ્રેસ દ્વારા કોચરબ આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંંચો : નવસારીનો એ દરિયા કિનારો, જ્યાંથી એક ચપટી મીઠું ઉપાડીને ગાંધીજીએ 200 વર્ષ જૂના અંગ્રેજી શાસનનાં પાયા હલાવી નાંખ્યા

જગદીશ ઠાકોરના મોદી પર પ્રહાર : આ પ્રાર્થના સભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે અને અમદાવાદમાં છે તેમ છતાં તેઓ કોચરબ આશ્રમ કે ગાંધી આશ્રમની મુલાકાતે આવ્યા નથી. દાંડીયાત્રા દિવસ નિમિત્તે તેમણે મુલાકાત લેવી જોઈતી હતી તેમને શરમ આવવી જોઈએ. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, મોદી સરકાર પોતાની વાહ વાહ કરવામાંથી ઉંચી આવતી નથી.

કોચરબ આશ્રમ દેશભક્તિમાં રંગાયો : આ પ્રાર્થના સભામાં દેશભક્તિના ગીતો તેમજ ભજનો ગાવામાં આવ્યા હતા. આથી, સમગ્ર કોચરબ આશ્રમ દેશભક્તિમાં રંગાઈ ગયો હતો. આ પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સવારે ગૃહપ્રધાન અમિત શાહે પણ કોચરબ આશ્રમની મુલાકાત લીધી હતી અને પ્રાર્થનાસભામાં હાજરી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.