ETV Bharat / city

ત્રીજી લહેર પહેલા સિવિલમાં તૈયારીઓ શરૂ, એક મિનિટમાં 600 લિટર ઓક્સિજન સપ્લાય કરી શકે તેવો નાખવામાં આવ્યો પ્લાન્ટ

author img

By

Published : May 23, 2021, 3:02 PM IST

દેશ અને રાજ્યમાં બીજી લહેર અત્યંત ઘાતક સાબિત થઈ છે, ત્યારે ત્રીજી લહેરને લઈ નિષ્ણાત ડૉક્ટર અને વૈજ્ઞાનિકો ચિંતામાં જોવા મળી રહ્યા છે. જો કે, ત્રીજી લહેરના ભાગરૂપે ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

ત્રીજી લહેર પહેલા સિવિલમાં તૈયારીઓ શરૂ
ત્રીજી લહેર પહેલા સિવિલમાં તૈયારીઓ શરૂ

  • અમદાવાદ સિવિલમાં નાખવામાં આવ્યો ઓક્સિજન પ્લાન્ટ
  • એક મિનિટમાં 600 લિટર કરે છે ઓક્સિજન સપ્લાય
  • ત્રીજી લહેરના ભાગરૂપે પૂર્વ તૈયારીઓ કરવામાં આવી શરૂ
    ત્રીજી લહેર પહેલા સિવિલમાં તૈયારીઓ શરૂ

અમદાવાદઃ સમગ્ર ભારત કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે, ત્યારે એલ.એન્ડ ટી. કંપની દ્વારા એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં ઓક્સિજન જનરેટ યુનિટ નાખવાનું નક્કી કર્યું હતું. જે અંતર્ગત સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. 'આત્મનિર્ભર ભારત'ના સૂત્રને સાકાર કરતા એલ.એન્ડ.ટી કંપનીએ યુધ્ધના ધોરણે વિશ્વના વિવિધ દેશોમાંથી જરૂરી ચીજવસ્તુઓ મેળવીને હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરનારા 22 ઓક્સિજન જનરેટર યુનિટોનું નિર્માણ કંપનીના પ્લાન્ટ ખાતે કરવામાં આવી રહ્યું છે. જે પૈકી તૈયાર થયેલા યુનિટને આજે રવિવારે સિવિલમાં પ્લાન્ટ મુકવામાં આવ્યો છે. એક ઓક્સિજન યુનિટ પ્રતિ મિનિટે 600 લિટર ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. જેથી આગામી સમયમાં હોસ્પિટલમાં જાતે જ ઓક્સિજન ઉત્પન્ન થવાથી ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી શકાશે, જ્યારે અન્ય યુનિટ ગુજરાત તથા અન્ય રાજ્યોની હોસ્પિટલોને ડોનેટ કરાશે. પ્રત્યેક ઓક્સિજન જનરેશન યુનિટ કમ્પ્રેસર, એર ઇન્ટેક વેસલ, ડ્રાયર, ઓક્સિજન જનરેટર અને ઓક્સિજન સ્ટોરેજ ટેંક ધરાવે છે. જો કે, પ્લગ અને પ્લેની ખાસિયત ધરાવતા આ યુનિટ એક વાર ઇન્સ્ટોલ થઈ ગયાં પછી તેના કમ્પ્રેસરમાં વાતાવરણની હવા નિશ્ચિત પ્રેશરથી ગણતરીની મિનિટોમાં પસાર થાય છે. ત્યારબાદ પાઈપ વાટે ઓક્સિજનનું પમ્પીંગ શરૂ થઈ જાય છે.

ત્રીજી લહેર પહેલા સિવિલમાં તૈયારીઓ શરૂ
ત્રીજી લહેર પહેલા સિવિલમાં તૈયારીઓ શરૂ

આ પણ વાંચોઃ જામનગરના હાપા રેલવે સ્ટેશનથી ઓક્સિજન એક્સપ્રેસ મારફતે ગુડગાવ ઓક્સિજન મોકલાયો

ત્રીજી લહેરના ભાગરૂપે નવો ઓક્સિજન પ્લાન્ટઃ ડૉક્ટર

ત્રીજી લહેર પહેલા સિવિલમાં તૈયારીઓ શરૂ
ત્રીજી લહેર પહેલા સિવિલમાં તૈયારીઓ શરૂ

આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડટ જે.વી.મોદીએ જણાવ્યું કે, 1,200 બેડ હોસ્પિટલમાં ક્યારેય પણ ઓક્સિજન મુદ્દે કોઈ તકલીફ પડી નથી. સિવિલ હોસ્પિટલમાં અવિરત ઓક્સિજન ટેન્ક અને ઓક્સિજન સપ્લાય ચાલુ જ રહેલો હતો. 1,200 બેડ કોવિડ હોસ્પિટલમાં 2 જેટલા ઓક્સિજન ટેન્ક રહેલા છે. એક સમય હતો જ્યારે રાજ્યમાં ઓક્સિજનની અનેક તકલીફો પડી હતી, પરંતુ સિવિલમાં કોઈ પણ દર્દીને ઓક્સિજન સપ્લાયમાં ક્યારે બ્રેક પડ્યો નથી. ત્રીજી લહેરના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં CSR અંતર્ગત એલ.એન.ટી કંપની ઓક્સિજન જનરેટર પ્લાન્ટ નાખ્યો છે. જે એક મિનિટમાં 600 લિટર જેટલો ઓક્સિજન સપ્લાય કરી શકે છે. જેના કારણે સંપૂર્ણ એક વોર્ડને ઓક્સિજન મળી રહે છે, તો બીજી તરફ ઓક્સિજન લિક્વિડની વપરાશમાં પણ ઘટાડો થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.