- લોકડાઉનમાં દુકાનો બંધ હોવાથી કઈ રીતના આપો જવાબ
- દાગીનાની મજૂરીકામને સર્વિસ ટેક્સમાંથી અપાય છે મુક્તિ
- મજૂરી કામ પર ટીડીએસ અને રીટર્ન ભરવાના હોય છે, તો સર્વિસ ટેક્સની નોટિસ કેમ ?
અમદાવાદ: રાજ્યમાં કોરોનાની મહામારીને લઈને એક તરફ સરકાર દ્વારા મીની લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે અને દુકાનો બંધ રાખવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં જ્વેલર્સની દુકાનો સંપૂર્ણ બંધ રાખવા માટે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ સુરતમાં 40 લાખ ઈ-ચલણ બાકી, 1 હજારને નોટિસ ફટકારાઇ
દુકાનો બંધ હોવા છતાં જીએસટી વિભાગ દ્વારા પોતાની કાર્યવાહી તો શરૂ રાખવામાં આવી
જીએસટી વિભાગ દ્વારા આપવામાં આવેલી નોટિસનો જવાબ કઈ રીતે આપે તે મોટો સવાલ ઊભો થાય છે. કારણ કે દુકાનો બંધ હોવા છતાં જીએસટી વિભાગ દ્વારા પોતાની કાર્યવાહી તો શરૂ જ રાખવામાં આવે છે.
કાર્યવાહી આઇટી વિભાગ દ્વારા મળેલા ડેટાના આધારે કરવામાં આવી
જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોનીએ કહ્યું કે,"અમદાવાદ શહેરના 450 જેટલા જ્વેલર્સને સેન્ટ્રલ ગુડ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા સર્વિસ ટેક્સ ભરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. જો કે, આ કાર્યવાહી આઇટી વિભાગ દ્વારા મળેલા ડેટાના આધારે કરવામાં આવી છે. વર્ષ 2014-15થી 2017-18 સુધીની આવકના આધારે નોટિસ પાઠવવામાં આવી હતી અને જવાબ માગવામાં આવ્યો હતો કે, આવક પર શા માટે સર્વિસ ટેક્સ ન લેવામાં આવે. પરંતુ પહેલાથી જ સરકાર દ્વારા દાગીના પર કરવામાં આવતા મજૂરીકામને સર્વિસ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે."
આ પણ વાંચોઃ સુરત ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલોમાં તપાસનો ધમધમાટ, ક્ષતિ જણાતા નોટિસ ફટકારાઇ
સરકારી વિભાગો શરૂ રહેતા વેપારીઓને નોટિસ આપવામાં આવી
વધુમાં જીગર સોની જણાવે છે કે,"સરકાર દ્વારા એક તરફ કામગીરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા શરૂ રાખવામાં આવે છે અને બીજી તરફ લોકડાઉન લગાવવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા આપવામાં આવેલી નોટિસનો જવાબ નહીં આપવામાં આવે તો, પેનલ્ટી અને વ્યાજ લગાવવામાં આવે છે. સરકાર દ્વારા લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે તમામ પ્રકારની વસ્તુઓ બંધ હોય છે તો જવાબ કઈ રીતના આપવા તે જ મોટો સવાલ છે. એક તરફ સરકાર તમામ વસ્તુ બંધ રાખવાની સુચના આપે છે અને બીજી બાજુ સરકારી વિભાગો શરૂ રહેતા વેપારીઓને નોટિસ આપવામાં આવી રહી છે."