ETV Bharat / city

રેલવે સ્ટેશને જતી બસમાં જ પરપ્રાંતીય મહિલાની પ્રસૂતિ, વાંચો અહેવાલ

અમદાવાદમાં પરપ્રાંતીય સર્ગભા અંજના બેન વતન પરત ફરવા બસમાં બેસી રેલવે સ્ટેશન જઈ રહ્યાં હતાં. તે દરમિયાન તેમને પ્રસુતિ પીડા થતાં તેમની ડિલિવરી કરાવ્યા બાદ રેલવે સ્ટેશન પહોંચાડવામાં આવ્યાં હતાં.

Ahmedabad, Etv Bharat
Ahmedabad
author img

By

Published : May 23, 2020, 11:39 PM IST

Updated : May 24, 2020, 6:45 PM IST

અમદાવાદઃ કોરોના વાઈરસના કારણે ચાલી રહેલા લોકડાઉનમાં સૌથી ખરાબ પરિસ્થિતિ પરપ્રાંતીય મજૂરોની થઈ છે, પરંતુ ક્યારેક આ દુઃખની ઘડીમાં એવા પણ કિસ્સા બની જાય છે કે, જે આ મહામારીના સમયમાં રણમાં જેમ ગુલાબ ખીલ્યું હોય તેમ નવું જીવન ધબકતું કરી દે છે.

રેલવે સ્ટેશને જતી બસમાં જ પરપ્રાંતીય મહિલાની પ્રસૂતિ

આવો જ એક બનાવ અમદાવાદના વસ્ત્રાલ ખાતે બન્યો છે. જેમાં સરકારી કર્મચારીઓના માનવીય અભિગમના દર્શન પણ થાય છે.

કઠવાડા ખાતે રહેતા શ્રમિકોને છત્તીસગઢ મોકલવામાં આવી રહ્યાં હતાં. જેમાં અંજના રાજુ ટંડેલ નામની એક મહિલા પણ હતી. અંજનાબેન સગર્ભાવસ્થાના છેલ્લા મહિનામાં હતા. આ દરમિયાન સરકાર દ્વારા છત્તીસગઢના શ્રમિકોને મોકલવા માટેની વ્યવસ્થા થતાં અંજનાબેને પણ વતન જવાની ઇચ્છા પ્રગટ કરી હતી. જે અનુસંધાને શનિવારે કઠવાડા ખાતે શેલ્ટર હાઉસ અને અન્ય મજૂરોને રેલવે સ્ટેશન પહોંચાડવા માટે વિશેષ બસ દોડાવવામાં આવી હતી. આ બસ કઠવાડાથી વસ્ત્રાલ મહેસૂલ ભવન પહોંચી હતી.

Etv Bharat
રેલવે સ્ટેશને જતી બસમાં જ પરપ્રાંતિય મહિલાની પ્રસૂતિ કરાવાઈ

વસ્ત્રાલ મહેસૂલ ભવનથી બસ ઉપડે તે પહેલા જ અંજનાબેનને પ્રસવ પીડા ઉપડી હતી. જેની જાણ થતાં જ તંત્ર દ્વારા ફોન કરીને 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. જો કે, 108 એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ અંજનાબેને બસમાં જ બાળકને જન્મ આપી દીધો હતો.
માતા અને બાળક બંનેની તબિયત સારી જણાતા તમામ લોકો ખુશ થઈ ગયા હતા. બાદમાં બંનેને પ્રાથમિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાાય હતાં.

અંજનાબેનની ડિલિવરી નોર્મલ હોવાથી તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. અંજનાબેન અને તેના બાળકની બંનેની તબિયત સારી હોવાથી તંત્ર તરફથી પેંડા વેચવામાં આવ્યા હતા, ત્યારબાદ તંત્ર તરફથી તેમને ટ્રેનમાં રવાના કરવામાં આવ્યા હતાં.

Last Updated : May 24, 2020, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.