અમદાવાદ રક્ષાબંધનના પવિત્ર તહેવાર Raksha Bandhan 2022 પર આવી કરૂણ ઘટના બનશે તે કાઈને પણ ખબર ન હતી. શહેરના માધુપુરા વિસ્તારમાં Ahmedabad Madhupura Area રહેતા પરેશ ઠાકોરની લાંબી ઉંમરની પ્રાર્થના કરી બહેનોએ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધી હતી. રાખડી બંધાવીને પરેશ ચાલીના નાકે ગયા હતા. જ્યાં પરેશના મિત્ર દશરથને હિમાંશુ સાથે બબાલ થઈ હતી. બે લોકો વચ્ચે થયેલી બબાલમાં પરેશે મિત્ર દશરથનું ઉપરાણું લેતા રાત્રે હિમાંશુ અને તેના ઘરના લોકો બબાલ કરવા પહોંચ્યા હતા. આગેવાનોએ મધ્યસ્થી કરતા મામલો શાંત પડ્યો હતો અને સમાધાન થયું હતું. હિમાંશુએ હજુય પરેશ પર ખાર રાખ્યો હતો અને બીજા દિવસે તેની હત્યા Ahmedabad Murder Case કરી નાખી હતી.
આ પણ વાંચો દાહોદમાં ભર બજારે ચપ્પુના ઘા મારી યુવકને પતાવી દીધો, લોકો જોતા જ રહી ગયા
પરેશ તેના માતા પિતા અને ભાભી સાથે રહેતો હતો સામાન્ય નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઝગડાના બીજા દિવસે તેના ભત્રીજાને લઈ પરેશ ચાલીની બહાર નીકળ્યો હતો. ત્યાં જ પરેશને આ આરોપી હિમાંશુ જોઈ ગયો હતો. નાની ઉંમરના ભત્રીજા સામે જ એક બાદ એક છરીના દસેક ઘા મારી દીધા હતા Ahmedabad crime news today Gujarati અને તેની જાહેરમાં હત્યા કરી નાખી હતી. પરેશનો ભત્રીજો સમજદારીપૂર્વક તાત્કાલિક કાકાને બચાવવા ઘરના લોકોને બોલાવવા ગયો હતો. પરેશનો પરિવાર આવ્યો અને બુમાબુમ કરતા જ આરોપી ભાગી ગયો હતો. જ્યારે શહેરની સિવિલ હોસ્પિટલ અસરવામાં Civil Hospital Asrwa સારવાર અર્થે ખસેડતા તે દરમિયાન પરેશનું મૃત્યું Man suspected of killing on Rakshabandhan નીપજ્યું હતું. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો સેલ્વીનના કહેવા પર યુવતી શરીરે બ્લેડના 400 ઘા મારવા તૈયાર થઈ ગઈ, વાંચો પિતાની દર્દભરી કહાણી
પરેશના પરિવારજનો આરોપીઓને કડક સજા મળે તેવી માંગ પરેશના પરિવારજનો આઘાતમાં છે. સામાન્ય બોલાચાલીમાં જ જુવાન દીકરાની નિર્મમ હત્યા કરી નાખી હતી. હજુ તો તેના લગ્ન કરાવવાના ઓરતા આ પરિવારે જોયા હતા ત્યાં પરેશનું મૃત્યુ થતા જ આરોપીઓને કડક સજા મળે તેવી માંગ કરી રહ્યા છે.