અમદાવાદઃ જિલ્લાના મોરૈયા ગામમાં આવેલી સેનેટાઇઝર બનાવતી આરમેડ ફોર્મેશન નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. જેના પગલે ચાર ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. 20 ફાયર ફાઈટરની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે ઘટના સ્થળે પહોંચી ગયા છે. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.
જો કે, સાવચેતીના ભાગ રૂપે ફાયર ઓફિસર એમ.એફ દસ્તુર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ આગ પર મહદઅંશે કાબૂ મેળવી લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ તકેદારીના ભાગરૂપે હજી પણ પાણીનો મારો યથાવત રાખવામાં આવ્યો છે.
થોડા સમય અગાઉ સાણંદ GIDC વિસ્તારમાં આવેલી ડાયપર બનાવતી જાપાનીઝ કંપની યુનિચાર્મમાં કોઈ કારણોસર આગ લાગી હતી અને જોતજોતામાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી તેના પર કાબૂ મેળવવા માટે 36 ફાયર ફાઇટરોએ 6થી 7 રાઉન્ડ દ્વારા કુલ 40 લાખ લીટર પાણીનો મારો ચલાવ્યો હતો.