અમદાવાદ: ભાજપા અનુસુચિત જાતિ મોરચા દ્વારા સંત રવિદાસજીની 645મી જન્મજંયતી (Sant Ravidas 645 Birth Anniversary) નિમિત્તે પુષ્પાજંલી અને સંતવાણી કાર્યક્રમ રાજયના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel )ની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયો હતો. સંત રવિદાસજીના જીવન ચરિત્ર પર ગુજરાતી ભાષામાં વિશ્વની પ્રથમ ઓડિયો બુક (Sant Ravidas Audio Book) ભાજપના અનુસુચિત જાતિ મોરચા દ્વારા તૈયાર કરાઇ હતી. જેનું વિમોચન મુખ્યપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું.
દરેક જિલ્લામાં કાર્યક્રમ
ભાજપા અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ ડો.પ્રદ્યુમન વાજાએ મોરચાના આગામી કાર્યક્રમ અંગે માહિતી આપી હતી કે, મોરચા દ્વારા 13થી 20 ફેબ્રુઆરી દરમિયાન સંત રવિદાસજીની જન્મજંયતી ઉજવણી સપ્તાહ ઉજવાઇ રહ્યું છે. તે અંતર્ગત દેરક જિલ્લા અને મહાનગરોમાં ઉજવણીના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
કાશીમાં રવિદાસ મહારાજના ભવ્ય સ્મૃતિ સ્થળ નિર્માણનું કાર્ય
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સંબોધનમાં જણાવ્યું કે, રવિદાસ સ્પષ્ટ માનતા કે જીવનામાં કોઇ ઉચ-નિચ કે છુત-અછુત હોતુ નથી. તેઓ છુત-અછુત અને જાત-ભાત સામે જીવનભર અવાજ ઉઠાવતા રહ્યા. હજુ પણ સમાજમાં નાની મોટી ગેર માન્યતાઓ અને કુપ્રથાઓ પ્રવર્તે છે. તેને દુર કરવા સંત રવિદાસના વિચારો વધુ વ્યાપક અને પ્રવર્તમાન થાય તે સમયની માંગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી કાશીમાં સંત રવિદાસ મહારાજનું ભવ્ય સ્મૃતી સ્થળ (grand memorial of Sant Ravidas Maharaj)નું નિર્માણ થઇ રહ્યુ છે.
આ પણ વાંચો: ફરી કોવિડ પ્રતિબંધો બદલાયા: કેન્દ્રીય આરોગ્ય સચિવે લખ્યો કઈક આવો પત્ર
અનુસૂચિત જાતિની સીટોનું રાજકીય ગણિત
રાજ્યની કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી કુલ 13 બેઠકો અનુસૂચિત જાતિ માટે આરક્ષિત છે. 13 બેઠકો પૈકી હાલમા 7 બેઠકો ભાજપ પાસે અને 5 બેઠકો કોંગ્રેસ અને એક અપક્ષ પાસે છે. રાજ્યમાં કુલ 7 ટકા વોટ શેરિંગ દલિત સમુદાયનું છે. જેમાં ભાજપનો હિસ્સો વધી રહ્યો છે. હવે ભાજપ અનુસૂચિત જાતિની તમામ બેઠક જીતવા પ્રયત્ન કરશે.