- પાંચ હત્યારા મિત્રો ઝડપાયાં
- એકાદ વર્ષ પહેલાંની બબાલની દાઝ રાખી Murder કર્યું
- હત્યા કર્યા બાદ મૃતદેહ કેનાલમાં નાખી દીધો
- ટેટુ Tatoo અને સીસીટીવી CCTV પરથી ઉકેલાયો ભેદ
- 15થી વધુ ઘા ઝીંકી કરી હતી હત્યા
અમદાવાદઃ અસલાલી ખાતે આવેલી એક ખારીકટ કેનાલમાંથી થોડાક દિવસ પહેલાં લોહીથી લથપથ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં સમગ્ર હત્યાકાંડનો (Murder case) ભેદ ઉકેલી પાંચ આરોપીઓને ઝડપી લીધાં છે. જ્યારે મધરાત્રીએ હત્યારાઓ ખારીકટ કેનાલમાં ઉતરીને યુવકને છરીના 15થી વધુ ઘા ઝીંકી દીધાં હતાં અને બાદમાં મેલડી માતાના મંદિરે દર્શન કરીને ઘરે જતાં રહ્યાં હતાં.
અજાણ્યા યુવકની લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવતા યુવક કોણ છે તે શોધવા માટે અમદાવાદ પોલીસે (Ahmedabad Police) રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં જાણ કરી લીધી હતી, પરંતુ તેની ઓળખ થઇ શકી નહી. પરંતુ તેના હાથમાં કે.કમેલેશ નામનું ટેટુ હતું. જેથી પોલીસે આ ટેટુનો (Tetoo) ફોટો વોટ્સએપ ગ્રુપમાં ફરતો કર્યો હતો અને ગણતરીના દિવસોમાં જ સાવિત્રી નામની મહિલા પોલીસ પાસે પહોચી ગઇ હતી અને ટેટુ તેના ભાઇનું હોવાનું કહ્યું હતું. પોલીસ સાવિત્રીને ડેડબોડી રુમમાં લાશ બતાવી હતી. યુવકને જોતાંની સાથે સાવિત્રી તેને ઓળખી ગઇ હતી.
મૃતક યુવકની ઓળખ
મૃતક યુવકનું નામ કમલેશ ઇશ્વરભાઇ પંચાલ હતું અને તે વટવા કેડીલાબ્રીજ પાસે આવેલી જગદીશ સોસાયટીમાં રહેતો હતો. તેની બહેને પોલીસ સમક્ષ જણાવ્યુ હતુંકે કમલેશને પડોશમાં રહેતા અલ્પેશ ઠાકોર નામના યુવક સાથે દારૂ પીવા બાબતે બબાલ થઇ હતી. પોલીસે તે દિશામાં તપાસ કરી તો કમલેશનો મૃતદેહ જે દિવસથી મળ્યો છે તે દિવસથી અલ્પેશ પણ પોતાના ઘરે નહી ગયો હોવાનું સામે આવ્યું હતું. પોલીસની શંકા પાકી થઇ જતા તેને તરત જ અલ્પેશનો મોબાઇલ ટ્રેસમાં મૂક્યો હતો અને અલ્પેશ અને તેના પાંચ મિત્રોને પકડી લીધાં હતાં.
આ પણ વાંચોઃ સુરતમાં મિત્રએ જ પોતાના મિત્રની કરી હત્યા (Murder)
જૂની બબાલ યાદ આવતાં Murder
આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે જૂની બબાલ યાદ આવતાં અલ્પેશ અને તેના મિત્રોએ ચીક્કાર દારૂ પીધેલી હાલતમાં રિક્ષામાં જતાં હતાં ત્યારે કમલેશ તેને રસ્તામાં દારૂ પીધેલી હાલતમાં મળ્યો હતો અને કમલેશને પણ રિક્ષામાં બેસાડીને તમામ લોકો અસલાલી તરફ ગયા હતાં. જ્યાં તેઓ મેલડી માતાના મંદિરે દર્શન કરવા માટે જવાનાં હતાં. કમલેશને બાથરુમ જવાનું હોવાથી રીક્ષા ખારીકટ કેનાલ પાસે ઉભી રાખી હતી.જ્યાં અલ્પેશને જૂની બબાલ યાદ આવી જતાં કમલેશ પર છરીના ઘા (Murder case) મારી દીધાં. કમલેશે ખારીકટ કેનાલમાં કૂદકો મારી દીધો હતો જેથી બે લોકો કેનાલમાં ઉતર્યાં હતાં અને ઉપરાછાપરી છરીના 15થી વધુ ઘા ઝીંકી દીધાં હતાં.
ફરીથી મૃતદેહને જોવા માટે આવ્યાં
જ્યારે આરોપીઓ બાદમાં મેલડી માતાના દર્શન કરવા ગયામ અને પછી ફરીથી મૃતદેહને જોવા માટે આવ્યાં હતાં. અલ્પેશ સહિતના આરોપીઓએ કમલેશને છરીના ઘા ઝીંકીને (Murder case) મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેમાં શેરા નામના રીક્ષાચાલકે કેનાલમાં ઉતરેલા જગદીશ સહિતના આરોપીઓને હાથ પકડીને બહાર કાઢ્યાં હતાં અને બાદમાં મેલડી માતાના મંદિરે દર્શન કરવા માટે ગયાં હતાં. દર્શન કરી દીધા બાદ તમામ આરોપીઓ મૃતદેહનેે જોવા માટે ફરીથી કેનાલ પર આવ્યાં હતાં અને ત્યારબાદ તેમના ઘેર જઇને સૂઇ ગયાં હતાં. જોકે આરોપીઓની આ લૂકાછૂપી વધુ ટકી નહીં અને આખરે પોલીસે હત્યાનો (Murder case) ભેદ ઉકેલી જ નાખ્યો.
આ પણ વાંચોઃ MURDER NEWS : અમદાવાદમાં મોબાઈલ ચોરીની શંકા રાખીને યુવકની હત્યા