ETV Bharat / city

માંડલમાં વિનામૂલ્યે હરસ-મસાનો કેમ્પ યોજાયો - માંડલમાં પાઈલ્સનો કેમ્પ

માંડલમાં વિનામૂલ્યે હરસ-મસાનો કેમ્પ યોજાયો હતો. જેમાં સેવાભાવી આંતરરાષ્ટ્રીય વિખ્યાત ડૉ. કૃષ્ણાનંદ ચિંતાણીયા અને તેમના સાથી ડૉક્ટર્સ જોડાયા હતા.

ETV BHARAT
માંડલમાં વિનામૂલ્યે હરસ-મસાનો કેમ્પ યોજાયો
author img

By

Published : Sep 27, 2020, 10:42 PM IST

અમદાવાદઃ માંડલ રામપુરા રોડ પર આવેલી મેઘમણી શૈક્ષણિક સંકુલમાં રવિવારે હરસ-મસાનું વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે માંડલ ભાજપ પ્રમુખ દશરથ પટેલ, સંકુલના સંચાલક નાનુદાદા અને અન્ય પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

આ કેમ્પનું આયોજન નિકુલ પટેલ, ભરત પટેલ (રિબડી), નાનજી પટેલ (માંડલ),નવીન પટેલ(ટ્રેન્ટ) દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નિદાન કરવા માટે ભારતીય સેવા સમાજ ગાંધીનગર સેવાભાવી આંતરરાષ્ટ્રીય વિખ્યાત ડૉ. કૃષ્ણાનંદ ચીતાણીયા (એફ.આર.સી.એસ, ઈંગ્લેન્ડ તથા એફ.આઈ.સી.એસ,યુ.એસ.એ) તથા તેમની સાથે તેમના સાથી ડૉકટર્સ પણ જોડાયા હતા. આ ડૉક્ટર્સ દ્વારા ફક્ત 5 મિનિટમાં જ આ રોગની સારવાર કરવામાં આવતી હતી. જેમાં ૧૦૦ કરતાં વધુ દર્દીઓએ લાભ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.