- વટવા GIDC ફેઝ-4માં આગ લાગી
- ફાયર ફાઈટરની 45 ગાડીઓ ઘટના સ્થળે
- આગની ઘટનામાં કોઈ જાનીહાની નહીં
અમદાવાદઃ અમદાવાદના વટવા GIDC ફેઝ-4 માં આગ લાગી હતી. GIDC ફેઝ-4 મા પ્લાસ્ટિક કંપનીમાં આગ લાગી હતી. આ ઘટનાને પગલે ફાયર ફાઈટરની 45 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.
વિસ્તારમાં પોલીસ બંદોબસ્ટ ગોઠવવામાં આવ્યો
આ આગની ઘટનાને લઈ ભારે અફડા તફડી મચી હતી. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આગ લાગતા વિસ્તારમાં ઘુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. હાલ ફાયરની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. GIDC ફેઝ 4માં આગ બાદ મરુંધર પ્લાસ્ટિક પેકેજિંગમાં બોઈલર ફાટ્યું છે. જેને પગલે કેમિકલ પ્રોસેસ ચાલતી હોવાથી આગ વધુ ફેલાઈ રહી છે. હાલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ટ ગોઠવવામાં આવ્યો છે.