ETV Bharat / city

અમદાવાદ : વર્ગ-3ના કર્મચારી પાસે 8 કરોડની અપ્રમાણસર મિલકત, રિસોર્ટનો છે માલિક

સરકારી નોકરી તો જાણે અધિકારીઓએ માટે વધારાની આવકનું સ્ત્રોત બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ACB દ્વારા એક બાદ એક સરકારી અધિકારીઓની અપ્રમાણસર મિલકત અંગે તપાસ કરવામાં આવી રહી છે. જેમાં આજે વર્ગ-3ના કર્મચારી પાસેથી 8 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી છે.

અમદાવાદ : વર્ગ 3ના કર્મચારી પાસે 8 કરોડની અપ્રમાણસર મિલકત, રીસોર્ટનો છે માલિક

author img

By

Published : Nov 3, 2020, 7:58 PM IST

  • સરકારી કર્મચારી પાસે અપ્રમાણસર મિલકત મળી
  • વર્ગ 3ના કર્મચારીએ ભેગી કરી રૂપિયા 8 કરોડની મિલકત
  • જમીન વિકાસ નિગમના કર્મચારી ધીરુ શર્મા પાસે ઝડપાઈ અપ્રમાણસર મિલકત

અમદાવાદઃ ગુજરાત જમીન વિકાસ નિગમ લિમિટેડ વિભાગ કેટલાય સમયથી ચર્ચામાં છે. ત્યારે તેમાં કામ કરતાં અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ કેટલાય સમયથી તપાસ ચાલી રહી છે. તેવામાં GLDCના આણંદના વર્ગ-3ના કર્મચારી ધીરુભાઈ શર્મા વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગે અરજી આવી હતી. જે માટે ACB દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.

જમીન વિકાસ નિગમના કર્મચારી ધીરુ શર્મા પાસે ઝડપાઈ અપ્રમાણસર મિલકત
  • આવક 2,26,90,979 છે, જ્યારે 10,31,44,871ની સંપત્તિ વસાવી
  • આણંદ ACBની તપાસ દરમિયાન ધીરુભાઈની આવક 2,26,90,979 છે જ્યારે તેમને 10,31,44,871ની સંપત્તિ વસાવી છે. જેથી 8,04,53,892 રૂપિયાની અપ્રમાણસર મિલકત હોવાનું જાણવા મળ્યું હતું. આવક કરતા કુલ 354.56 ટકા મિલકત વસાવી હોવાનું સામે આવ્યું છે. 8 કરોડની અપ્રમાણસર મિલકતમાં ખેડામાં જલાશ્રય રિસોર્ટ જ 6 કરોડની કિંમતનું છે અને અન્ય 2 કરોડમાં ખેતીની જમીન પ્લોટ, મકાન, મોંઘીદાટ ગાડીઓ, ઓફિસ વગેરે વસ્તુઓ છે. તમામ મિલકત તેમના અને તેમના કુટુંબીઓના નામેં વસાવાયેલી છે.
  • પરિવારજનો અને કુટુંબીઓની પણ પૂછપરછ

    ACB દ્વારા હાલ ધીરુભાઈ શર્માની અટકાયત કરવામાં આવી છે અને તેમની સંપત્તિ પણ ટાંચમાં લેવામાં આવી છે. હાલ તેમના પરિવારજનો અને કુટુંબીઓની પણ પૂછપરછ ચાલી રહી છે. હજુ અન્ય કોઈ સંપત્તિ છે કે નહીં તે બાબતે પણ તપાસ ચાલી રહી છે.2018થી ચાલી રહેલ GLDCના અધિકારીઓ વિરુદ્ધની તપાસમાં કુલ 14 આરોપી ઝડપાયાં છે .જેમની પાસેથી 35 કરોડની અપ્રમાણસર મિલકત સામે આવી છે .14 આરોપીઓમાં વર્ગ 1- 1, વર્ગ-2ના 5 અને વર્ગ-3ના 7 આરોપીઓ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.